બધા જ લોકો આતંકવાદી છે તો, શું માત્ર ભાજપવાળા જ અસલી હિંદુસ્તાની?: મહેબૂબા મુફ્તી

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDPના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પ્રદેશના બહૂચર્ચિત રોશની ગોટાળાને લઈને મોટું નિવેદન આપ્યું છે. રવિવારે તેમણે કહ્યું કે, રોશન એક યોજના હતી પરંતુ તેને હવે એક ગોટાળા તરીકે રજુ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, જ્યારથી અમે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો ત્યારથી અમને વધારે હેરાન કરવામાં આવી રહ્યાં છે. PAGDના ઉમેદવારો પર પ્રતિબંધો લગાવવામાં આવી રહી છે. તેમણે ચૂંટણી પ્રચાર માટે બહાર નિકળવાની મંજુરી આપવામાં નથી આવી રહી. એવામાં અમારા ઉમેદવારો ચૂંટણી કેવી રીતે લડી શકશે?

મહેબૂબાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તે મુસલમાનોને પાકિસ્તાની, સરદારોને ખાલિસ્તાની, સામાજિક કાર્યકર્તાઓને અર્બન નક્સલ અને વિદ્યાર્થોને ટુકડે-ટુકડે ગેંગ અને દેશદ્રોહી કહે છે. મને એ સમજાઈ નથી રહ્યું કે જો બધા જ આતંકવાદી છે કો આ દેશમાં હિંદુસ્તાની કોણ છે? માત્ર ભાજપના કાર્યકર્તા?

જ્યાં સુધી કાશ્મીરના મુદ્દાનો ઉકેલ નહી આવે ત્યાં સુધી સમસ્યાઓ રહેશે. જ્યાં સુધી સરકાર આર્ટિકલ 370 ફરીથી લાગૂ નહી કરે આ સમસ્યા જળવાઈ રહેશે. મંત્રી આવતાં-જતા રહેશે. માત્ર આ પ્રકારની સામાન્ય ચૂંટણી યોજી દેવી સમાધાન નથી.

મહેબૂબાએ આરોપ લગાવ્યો કે હવે તે મને નિશાન બનાવી રહ્યાં છે. તેઓ મારી પાર્ટી પર પ્રતિબંધ લગાવવા માંગે છે કારણ કે હું અવાજ ઉઠાવું છું. મને સતત કહેવામાં આવી રહ્યું છે કે મને છોડ્યાં બાદથી આર્ટિકલ 370 પર ચર્ચા શરૂ થઈ છે. તેમાં હું શું કરી શકું છુ. મહેબૂબાએ કહ્યું કે, મને લાગે છે કે ભાજપ પોતાનું જ એક તંત્ર સ્થાપિત કરવા માંગે છે. જ્યાં લોકોતંત્ર માટે કોઈ સ્થાન નહી હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.