– મિશન 182 માટે પ્રદેશ પ્રમુખનો પ્રયાસ
બુથમાં એક હજાર જેટલા મતદાર હોય છે પેઈજમાં ત્રીસેક મતદાર હોય છે તે તમામ મતદાન કરે તે માટે માઈક્રોલ લેવલ આયોજન
ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીમાં તમામ આઠ બેઠક પર વિજય મેળવ્યા બાદ પેટા ચુંટણી પેર્ટનમાં ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી લડવા આયોજન કરી રહી છે. ભાજપ તરફી સૌથી વધ મતદાન થાય તે માટે વોર્ડ કમિટિ બનાવવા માટેની શરૂઆત સુરત શહેરમાં થઈ ગઈ છે.
સુરત મ્યુનિ.ના 30 વોર્ડમાં તમામ પેઈજ માટે પેજ કમિટિ અને પેઈજ પ્રમુખની નિમણુંક થઈ રહી છે. આ કમિટિ સૌથી વધુ આક્રમક રીતે કામ કરે તે માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ મજુરા વિધાનસભાના તેમના નિવાસ્થાનના વોર્ડના પ્રમુખ બન્યા છે.
વિધાનસા પેટર્ન ચુંટણીમાં પેઈજ કમિટિની રચના કરીને વધુમાં વધુ મતદાર ભાજપ તરફી મતદાન કરે તે પ્રયાસ સફળ રહ્યો હોવાથી હવે તમામ ચુટંણીમાં પેઈજ કમિટિ માટે માઈક્રો લેવલનું પ્લાનીંગ થઈ રહ્યું છે. પેઈજ કમિટિને ભાજપના નેતાઓ કે કાર્યકરો હળવાશથી નહી લે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પોતે જ મજુરા વિધાનસભાના બુથ 94ના પેઈજ નંબર 36ના પ્રમુખ બની ગયાં છે.
ભાજપ શહેર પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝધમેરા અને જિલ્લા પ્રમુખ તરીતે સંદિપ દેસાઈની નિમણુંક કરાયા બાદ શહેર અને જિલ્લાનું સંગઠન માળખું જાહેર કરવામા આવ્યું છે. આ માળખું જાહેર કરાયા બાદ શહેર -જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અને સાંસદ સભ્યોની આગેવાનીમાં બઠક કરીને પેઈજ કમિટિની કામગીરી પર ભાર મુકવામાં આવ્યો હતો.
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યભાર સંભાળ્યા બાદ મીશન 182ની જાહેરાત કરી છે તેના માટે પેઈજ કમિટિ સૌથી અગત્યનું છે. કાર્યકરો કે સ્થાનિક નેતાઓ પેઈજ કમિટિને હળવાશતી નહીં લે તે માટે સી.આર. પાટીલ પોતે જ પેઈજ પ્રમુખ બનીને પેઈજ કમિટિની કામગીરી આક્રમક બનાવવા માટેનો મેસેજ આપી દીધો છે.
સી.આર. પાટીલ પોતે સુરતની મજુરા વિધાનસભા મત વિસ્તારમાં રહે છે તેઓ બુથ 94માં ઘર ઘરાવે છે તેઓએ આ બુથના પાંચ સભ્યોની પેઈજ કમિટિમાં પ્રમુખ બન્યા છે. આવા માઈક્રો આયોજનના કારણે વિધાનસભાની 182 અને સુરત મ્યુનિ.ના મીશન 120ને પુરૂ કરવા માટે ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.