2017માં સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડના વહિવટ માટે બનાવેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના સભ્ય તેમજ જાણીતા લેખક અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહાનુ કહેવુ છે કે, વિરાટ કોહલીને ક્રિકેટ બોર્ડે વધારે પડતો પાવર આપી દીધો છે.
ગુહાએ ક્રિકેટ પર લખેલા લેટેસ્ટ પુસ્તક નિમિત્તે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, બિશન સિંહ બેદી અને સુનીલ ગાવાસકર જેવા દિગ્ગજ ક્રિકેટરોને વધારે પૈસા પણ નહોતા મળતા અને તેમની પાસે વધારે પાવર પણ નહોતો.આજના તમામ ખેલાડીઓ સુપર સ્ટાર છે.ખેલાડીઓે ભગવાન અને આઈકોન જેવા બનાવી દેવાયા છે.કોહલીને બોર્ડે એટલો પાવર કેવી રીતે આપી દીધો છે કે, એ નક્કી કરે કે કોચ કોણ બનશે અને કોણ નહીં બને, કોહલી જ આજે ટીમમાં કયો ખેલાડી રહેશે અને નહીં રહે તે પણ નક્કી કરે છે.
ગુહાએ કહ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટે બનાવેલી કમિટિ પણ ડરીને કામ કરી રહી હતી.મેં ધોનીનો કોન્ટ્રાક્ટ બદલીને વેતન ઓછુ કરવાની માંગ કરી હતી.કારણકે ધોનીએ તે સમયે ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.જોકે આ નિર્ણય લેવામાં કમિટીના અધ્યક્ષ વિનોદ રાય અચકાઈ રહ્યા હતા.મેં આ વાતનો વિરોધ કર્યો હતો અને જ્યારે હું કશું ના કરી શક્યો ત્યારે મેં તે અંગે લખી નાંખ્યુ હતુ.
તેમણે હાલના બોર્ડ અધ્ક્ષ સૌરવ ગાંગુલી માટે પણ કહ્યુ હતુ કે, ગાંગુલીએ બોર્ડ અધ્યક્ષ તરીકે હથિયાર હેઠા મુકી દીધા છે.એક ખેલાડી તરીકે હું તેમની બહુ ઈજ્જત કરુ છું પણ બોર્ડ અધ્યક્ષ તરીકે ગાંગલુ સતત ખોટા ઉદાહરણ રજૂ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.