હરિયાણામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર એટેક કરતાં કહ્યું કે હવે પાકિસ્તાન નહીં જાય હિન્દુસ્તાનનું પાણી

વડાપ્રધાન મોદીએ હરિયાણાના ચરખી દાદરીમાં એક રેલીને સંબોધિત કરી. વડાપ્રધાન મોદીએ ખટ્ટર સરકારની વાહવાહ કરતા કહ્યું કે આજે હરિયાણામાં નવો ઈતિહાસ બનવા જઈ રહ્યો છે. ક્યારેક 2-3 સીટોવાળી ભાજપ આજે હરિયાણામાં સતત બીજી વખત સરકાર બનાવવાની સ્થિતીમાં તમારા બધાના આર્શીવાદ અને પ્રેમના કારણે પહોંચી છે. વડાપ્રધાને કહ્યું કે હરિયાણામાં મત માગવા નથી આવતો, હરિયાણા મને ખેંચીને લાવે છે, હું માત્ર તમારા લોકોના આર્શીવાદ લેવા આવુ છું.

વડાપ્રધાન મોદીએ રેલીમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા કહ્યું હિન્દુસ્તાન અને હરિયાણાના ખેડૂતોના હક્કનું પાણી 70 વર્ષ સુધી પાકિસ્તાન ગયુ છે. આ મોદી પાણીને રોકશે અને તમારા ઘર સુધી લાવશે. આ પાણી પર હિન્દુસ્તાનનો અને હરિયાણાના ખેડૂતોનો હક્ક છે.

ત્યારે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કોંગ્રેસ પર એટેક કરતા કહ્યું કે તમારે મોદીને જેટલા અપશબ્દો કહેવા હોય તેટલા કહો પણ હિન્દુસ્તાન જે હિંમતથી આગળ વધી રહ્યું છે, તેની પીઠમાં છરી મારવાનું બંધ કરો. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપહિતમાં હરિયાણા કોંગ્રેસને જવાબ આપશે અને 21 નવેમ્બરે દરેક બૂથ પર તેની અસર જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.