રાજધાની દિલ્હીમાં સતત બીજા દિવસે કોરોનાના પાંચ હજારથી ઓછા કેસ, 68 લોકોના થયાં મોત

રાજધાની દિલ્હીમાં આજે કોરોનાના સંક્રમણના 4906 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જે બાદ અહીં સંક્રમણ દર 7.64% છે. રાજધાનીમાં સંક્રમણના કારણે 68 લોકોના મોત થયાં છે. જેનાથી દિલ્હીમાં મરનારાઓની સંખ્યા 9066 થઈ છે.

અધિકારીઓએ જણાવ્યું કે, આ સતત બીજો દિવસ છે જ્યારે સંક્રમણના કેસ પાંચ હજારથી ઓછા અે સંક્રમણ દર 8%થી નીચે રહ્યો હોય. તેમણે જણાવ્યું કે, રાજધાનીમાં કોરોના વાઈરસ સંક્રમણના કારણે 68 લોકોના મોત થયાં છે જે 6 નવેમ્બર બાદથી સૌથી ઓછા છે. 6 નવેમ્બરે દિલ્હીમાં 64 લોકોના મોત કોરોનાના કારણે થયાં હતાં.

તેમણે જણાવ્યું કે, સંક્રમણ દર શનિવારે 7.24% હતો જે 23 ઓક્ટોબર બાદ સૌથી ઓછો હતો. શુક્રવારે આ આંકડો 8.51%, ગુરુવારે 8.65% અને બુધવારે 8.49% હતો.

આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, શનિવારે દિલ્હીમાં કુલ 64,186 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 29,839 સેમ્પલ RT-PCR અને 34,347 એન્ટિજન ટેસ્ટ હતા.

શુક્રવારે કુલ 69,051 કોરોના ટેસ્ટ થયાં હતા જે અત્યાર સુધીના સર્વાધિક છે. દિલ્હીમાં 11 નવેમ્બરે એક દિવસ સૌથી વધારે 8593 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે 18 નવેમ્બરે એક દિવસમાં સૌથી વધારે 131 લોકોના મોત થયાં હતા.

બુલેટિન અનુસાર દિલ્હીમાં કોરોના વાઈરસ સંક્રમણના કુલ કેસો રવિવારે વધીને 5,66,648 થયાં છે જેમાંથી 5,22,491 દર્દીઓ સંક્રમણ મુક્ત થઈ ચુક્યાં છે. બુલેટિન અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 35,091 છે. જે શનિવારે 36,578ની અપેક્ષાથી ઓછા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.