અનુષ્કા શર્મા પ્રસુતિ બાદ મે 2021માં ફરી કામ શરૂ કરશે

– જોકે અભિનેત્રીએ 2018ની ફિલ્મ ઝીરોની નિષ્ફળતા પછી નવી ફિલ્મની ઘોષણા નથી કરી

ઝીરો ફિલ્મ પછી લગભગ બે વરસે અનુષ્કાએ  કામ પર ચડવાનો પ્લાન જણાવ્યો છે. અભિનેત્રીએ શેર કર્યું છે કે, તે પ્રસુતિ પછી મે ૨૦૨૧માં ફરી કામ શરૂ કરશે.

અભિનેત્રી હાલ ગર્ભવતી છે અને જાન્યુઆરી ૨૦૨૧માં માતા બનવાની છે. પરિણામે અનુષ્કા હાલ મર્યાદિત વિજ્ઞાાપનો જ કરી રહી છે.

હાલ અભિનેત્રી એક પછી એક એન્ડોર્સમેન્ટ કરી રહી છે. તેણે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની દરેક ગાઇડલાઇન્સનું હું અને મારી ટીમ પાલન કરી રહ્યા છીએ. સેટ પર મારી ટીમ મારી બહુ જ કાળજી રાખે છે. હું પ્રસુતિ પછી ફરી શૂટિંગ પર જોઇન્ટ થવાની છું.મ ને શૂટિંગ કરવું અને સેટ પર જવું પસંદ છે. જોકે  અમારી ઇન્ડસ્ટ્રી માટે આ વરસ બહુ ખરાબ રહ્યું છે. પરંતુ મને ખુશી છે કે  અમે પહેલા જેટલી જ સ્ફુર્તિ અને ધીરજથી ફરી કામ શરૂ  કરી દીધું છે.

જોકે પ્રસુતિ પછી કામ પર ચડતા પહેલા અનુષ્કા પોતાની શિશુની કાળજીની સંપૂર્ણ તૈયારી કરશે. તેમજ સેટ પર જતા પહેલા તેના સ્ટાફની તબીબી તપાસ કરવામાં આવશે તેમજ તેમને ક્વોરોનટાઇનની જરૂર હશે તો તેમ પણ કરવામાં આવશે.

અનુષ્કાએ જણાવ્યું હતું કે,હાલ હું દરેકની આભારી છું કે, હું શૂટિંગ કરી રહી છું તે જગ્યા મારા માટે સુરક્ષિત છે. ભવિષ્યમાં પણ  હું જ્યાં શૂટિંગ કરવાની હોઇશ તે સેટ મારા માટે સુરક્ષિત હોવો જોઇએ. કોવિડ-૧૯ના દરેક નિયમોનું પાલન થવું જોઇેએ.

અનુષ્કાએ વધુમાં જણાવ્યું હતું કે, તેને કામ કરવામાં આનંદ આવે છે. તેની ઇચ્છા છે કે તે મરતા દમ સુધી કામ કરે. આવતા મે મહિનાથી શૂટિંગમાં પહેલાની માફક તેની વ્યસ્ત થવાની ગણતરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.