પતંજલિ, ડાબર, સહિત જાણીતી બ્રાન્ડોના મધમાં ખાંડની ભેળસેળ, CSE ની તપાસમાં 22 સેમ્પલમાંથી 5 જ પાસ

દેશની ઘણી જાણીતી કંપનીઓ શુધ્ધ મધનો દાવો કરીને ભેળસેળીયુ મધ વેચતી હોવાનો ચોંકાવનારો ખુલાસો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટ  સંસ્થાની તપાસમાં થયો છે.

સંસ્થાનુ કહેવુ છે કે, મોટાભાગની બ્રાન્ડ પોતાના મધમાં ખાંડ ભેળવે છે.મળતી વિગતો પ્રમાણે મધ વેચતી 13 બ્રાન્ડના મધને ચેક કરવામાં આવ્યુ હતુ.જેમાં 77 ટકા સુધીની ભેળસેળ જોવા મળી હતી.મધના કુલ 22 સેમ્પલ ચેક કરવામાં આવ્યા હતા.જેમાંથી પાંચ જ સેમ્પલ તપાસમાં ખરા ઉતર્યા હતા.

આ સ્ટડીમાં કહેવાયુ છે કે, ડાબર, પતંજલિ, વૈદ્યનાથ, ઝંડુ, હિતકારી, એપિસ હિમાલય, જેવી કંપનીઓના મધ શુધ્ધતાની ચકાસણી કરવા માટેના ન્યુક્લિયર મેગ્નેટિક રિઝોનન્સ ટેસ્ટમાં ફેલ થયા છે.જોકે ડાબર અને પતંજલિએ તો આ તપાસ પર જ સવાલ ઉઠાવી દી ધા છે.

આ બંને કંપનીઓનુ કહેવુ છે કે, તપાસનો હેતુ અમારી બ્રાન્ડની ઈમેજ ખરાબ કરવાનો છે.આ તપાસ આખી સ્પોન્સર કરવામાં આવી હોય તેમ લાગે છે.અમે તો ભારતમાં પ્રાકૃતિક રીતે જે મધ મળે છે તે એકઠુ કરીને તેને વેચીએ છે.અમે ફૂડ સેફટીના તમામ ધારા ધોરણોનુ પાલન કરીએ છે.

ડાબરના પ્રવક્તાનુ કહેવુ છે કે, જર્મનીમાં થયેલા આ જ પ્રકારના ટેસ્ટમાં અમારા સેમ્લ પાસ થયેલા છે.બીજી તરફ પતંજલિનુ કહેવુ છે કે, અમે 100 ટકા પ્રાકૃતિક મધ બનાવીએ છે.આ ભારતની મધ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાનુ કાવતરુ છે.જેથી પ્રોસેસ થયેલા મધને વેચાણ માટે ઈમ્પોર્ટ કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, ફૂડ સેફટી ઓથોરિટીએ પણ ગયા વર્ષે રાજ્યોને ચેતવણી આપી હતી કે, દેશમાં આયાત કરાતા ગોલ્ડન સિરપ, સુગર સિરપ અને રાઈસ સિરપનો ઉપયોગ મધમાં ભેળસેળ કરવા માટે કરાય છે.

બીજી તરફ તપાસ કરનાર સંસ્થા સીએસઈના સુનિતા નારાયણનુ કહેવુ છે કે, સોફ્ટ ડ્રિન્કમાં જે પ્રકારની ભેળસેળ 2003 થી 2006 વચ્ચે જોવા મળી હતી તેના કરતા પણ ખતરનાક ભેળસેળ મધમાં થઈ રહી છે.જે 13 મોટી બ્રાન્ડની તપાસ થઈ છે તેમાંથી 10 આ ટેસ્ટમાં ફેલ થઈ છે.આ 10માંથી 3 તો ભારતના ધારાધોરણ પર ખરી પણ ઉતરી નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.