દુનિયાનું સૌથી મોટું એન્ટેના નષ્ટ થઇ ગયું, હવે એસ્ટેરોઇડ્સ કે એલિયન્સની જાણકારી નહીં મળે

– આખું એન્ટેના 450 ફૂટ નીચે ગબડી પડ્યુ

વિશ્વના સૌથી પાવરફૂલ ટેલિસ્કોપનો નાશ થઇ ગયો હોવાના ચોંકાવનારા સમાચાર મળ્યા હતા. અત્યાર સુધી પૂરી દુનિયાને એસ્ટેરોઇડ્સ અને એલિયન્સની ખબર આપતું આ ટેલિસ્કોપ હવે રહ્યું નથી.

ગયા મહિને આ એન્ટેનાનો એક કેબલ તૂટી પડ્યો હતો. મંગળવારે એન્ટેનાનો આખો ટાવર ધરાશાયી થઇ ગયો હતો. આ એજ ઓબ્ઝર્વેટરી છે જ્યાં જેમ્સ બોન્ડની ગોલ્ડન આઇ ફિલ્મનું શૂટિંગ પણ થયું હતું.

આર્સિબો ઓબ્ઝર્વેટરી તરીકે ઓળખાતું આ ટેલિસ્કોપ પુએર્ટો રિકોમાં ગોઠવવામાં આવ્યું હતું અને એ આખી દુનિયાને મિટિયોર્સ, એસ્ટેરોઇડ્સ અને એલિયન્સની માહિતી પૂરી પાડતું હતું. એનું સંચાલન એના ડી મેંડેસ યુનિવર્સિટી, નેશનલ સાયન્સ ફાઉન઼્ડેશન અને યુનિવર્સિટી ઑફ ફ્લોરિડા મળીને કરતાં હતાં.

આ ઓબ્ઝર્વેટરીમાં 1007 ફૂટ બે ઇંચ વ્યાસ ધરાવતું એક એન્ટેના હતું જે અંતરીક્ષમાં બનતા બનાવોની જાણકારી સમગ્ર વિશ્વને પૂરી પાડતું હતું. આ એન્ટેનામાં એલ્યુમિનિયમની બનેલી 40 હજાર પેનલ્સ કાર્યરત હતી. એ આર્સિબો રાડાર તરીકે ઓળખાતી હતી.

આ ઓબ્ઝર્વેટરી બનાવવાનો વિચાર સૌથી પહેલાં કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ ગોર્ડનને આવ્યો હતો. આ ઓબ્ઝર્વેટરહી બનાવવાની શરૂઆત 1960માં થઇ હતીય. ત્રણ વર્ષ બાદ એનું કામ 1963માં પૂરું થયું હતું. ત્યારથી એ સતત અવિરત કામ કરી રહ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.