ખેડુતો આંદોલનનાં સમર્થનમાં આવ્યું ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન, કૃષિ કાયદાને રદ્દ કરે સરકાર

મોદી સરકારનાં કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતોનાં આંદોલનને સમર્થન આપવા માટે ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF)આગળ આવ્યું છે, મહાસંઘનાં પ્રવક્તા વિ કે ગુપ્તાનાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે AIPEF સંપુર્ણ રીતે ખેડુતોનાં સંઘર્ષનું સમર્થન કરે છે, અને કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે તે આ ખેડુત વિરોધી કૃષિ કાયદાઓ રદ્દ કરવામાં આવે અને ખેડુતોની વિજ સબસીડીનું રક્ષણ કરવામાં આવે, તેમણે કહ્યું કે ખેડુતોનો સંઘર્ષ કેન્દ્ર સરકારની આર્થિક નિતીઓનાં વિરૂધ્ધમાં છે, જે ખેડુતોનાં બદલે મોટાં ઉદ્યોગપતિઓને પોતાના વ્યાપારિક કારોબારમાં વધુમાં વધુ લાભ પહોંચાડવા માટે છે.

AIPEFનાં અધ્યક્ષ શૈલેન્દ્ર દુબેએ પોતાના નિવેદનમાં કહ્યું કે દેશનાં વિજ એન્જિનિયરોએ વિજળી દરોમાં સબસિડીને ખતમ કરવા અને વિશેષ રૂપથી ખેડુતોને આપવામાં આવતી વર્તમાન વિજ સબસિડીને ખતમ કરનારા પ્રસ્તાવનો કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારએ ડીબીટીની પ્રક્રિયા પ્રસ્તાવિત કરી છે, જે ખેડુતોને  મફતમાં વિજ સબસિડી છિનવી લેવાનો પ્રયાસ છે.

તેમાં કહેવામાં આવ્યું છે  તે ડીબીટીનાં પ્રસ્તાવથી તે ખેડુતોને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, તેમને ડિસ્કોમને પોતાના નળકુપોનાં વિજ બિલોનું ચુકવણું કરવું પડશે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા ડિબીટી ચુકવણી તેનાં અનુરૂપ કરશે તેની  કોઇ ગેરંટી નથી, વિદ્યુત સંસોધન વિધેયક, 2020ને પાછું ખેંચવું જોઇએ.

ગુપ્તાએ વધુમાં કહ્યું કે આર્થિક સુધારાનાં નામે ખેતીનાં કાયદા બનાવવાનું આ પગલું વાસ્તવમાં કોર્પોરેટને તેમના બિઝનેશમાં ભારે આર્થિક લાભ અપાવશે અને તે ખેડુંતોને આર્થિક રીતે નષ્ટ કરી દેશે જે ખાદ્યાન્નનાં વિપણનથી પ્રાપ્ત થનારી આવકથી વંચિત છે, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોર્પોરેટ્સને લાભ પહોંચાડનારા માટે એનડીએ સરકારની નિતીઓ માત્ર કૃષિ પ્રવૃતીઓને નષ્ટ નહીં કરે પરંતું તે દેશની ખાદ્યાન્ન સુરક્ષા સાથે પણ ઘાતક હશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.