– ટ્વિટર પછી ઓનલાઈન એન્સાઈક્લોપિડીયા સામે કાર્યવાહી
– ‘વિકિપીડિયા પોતાની વિશ્વસનિયતા અને તટસ્થતા ગુમાવી ચૂક્યુ છે’ : સહસ્થાપક લેરી સેંગર
ભારત સરકારે ભારત-ચીનનો ખોટો નકશો દર્શાવવા બદલ ઓનલાઈન એન્સાઈક્લોપિડીયા વિકિપીડિયાને નોટીસ મોકલી નકશો હટાવી લેવા જણાવ્યું છે.
ભારત-ભુતાન સબંધો વિશેના લેખમાં વિકિપીડિયાએ જે નકશો રજૂ કર્યો છે, તેમાં અક્સાઈ ચીનને ચીનનો ભાગ દર્શાવ્યો છે. એ ભાગ ભારતનો હોવાથી તેનો સાચો નકશો દર્શાવવા ભારત સરકારના ઈન્ફર્મેશન-ટેકનોલોજી મંત્રાલયે વિકિપીડિયાને નોટીસ મોકલાવી છે.
બીજી તરફ વિકિપીડિયાના સહ સ્થાપક લેરી સેંગરે એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે આ સંસ્થા ક્યારની તેની વિશ્વસનિયતા અને તટસ્થતા ગુમાવી ચૂકી છે. વિકિપીડિયાના શરૂઆતી સ્થાપકોમાં સેંગર હતા અને હવે તેઓ અલગ પડી ગયા છે.
તેમણે કહ્યું હતું કે આવી વેબસાઈટ સર્જવા બદલ હવે અફસોસ થાય છે. અમે આ સાઈટ શરૂ કરી ત્યારે તટસ્થ અને સાચી માહિતી રજૂ કરવાનો ઈરાદો હતો. માહિતી સાચીનો ઉદ્દેશ તો પહેલેથી પુરો થઈ શક્યો નથી, પરંતુ હવે તટસ્થતા પર પણ પ્રશ્નો ઉભા થયા છે.
ભારતે આ પહેલા ટ્વિટરને પણ નોટીસ મોકલાવી લેહને ચીનનો ભાગ દર્શાવવા બદલ ભુલ સુધરાવી હતી. એ પછી ટ્વિટરે તુરંત તેની ભૂલ સુધારી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયે વિકિપીડિયાને ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69-એ હેઠળ નોટિસ મોકલાવી છે.
આ કલમ હેઠળ સરકાર ધારે તો વેબસાઈટ બ્લોક પણ કરી શકેે છે. ઈન્ટરનેટ પર ભારત વિશેની અને ખાસ તો દેશની એકતા અને અખંડિતતા અંગેની ભ્રામક માહિતી રજૂ કરતી સાઈટ્સને નોટીસ મોકલી તેમની ભૂલો સુધારવાની કામગીરી હવે ભારત સરકારે આરંભી દીધી છે.
વિકિપીડિયા ઓનલાઈન જ્ઞાનકોષ છે, જેના પર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માહિતી મુકી શકે છે. તેના પરિણામે અનેક ખોટી માહિતી અને હવે તો પક્ષપાતભરી માહિતીની ભરમાર જોવા મળે છે. એટલે જ સેંગરે કહ્યું હતું કે વિકિપીડિયા હવે મર્યાદિત વ્યક્તિ, રાજકીય પક્ષો કે કંપનીઓનો હાથો બની ગયું હોય એવુ લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.