આજે ભારતીય નૌસેના દિન, વડા પ્રધાને સલામ કરી, અમિત શાહ અને રાજનાથ સિંઘે પણ બિરદાવી

-1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં કમાલ કરી હતી

આજે ભારતીય નૌકાદળ દિન છે. વડા પ્રધાને નૌકાસેનાને સલામ કરતાં કહ્યું હતું કે અમને તમારા પર ગૌરવ છે, તમે દેશના તમામ કાંઠા-કિનારાનું પૂરેપૂરી સમર્પિતતાથી રક્ષણ કરી રહ્યા છો.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ અને ગૃહ પ્રધાન અમિત શાહે પણ નૌસેનાને બિરદાવી હતી. રાજનાથ સિંઘે કહ્યું હતું કે હું નૌકાદળની વીરતા, સાહસિકતા અને વ્યાવસાયિકતાને સલામ કરું છું. ગૃહ પ્રધાન અમિત શાહે નૌકા દળના તમામ કર્મીઓ અને તેમના કુટુંબીજનોને મુબારકબાદી આપી હતી અને 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં નૌકાદળે કરેલી કમાલને યાદ કરી હતી. ભારતીય નૌકાદળે છેક કરાચી સુધી સબમરીન પહોંચાડી દીધી હતી અને પાકિસ્તાનના નૌકાદળને હંફાવ્યુ હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.