ICC સુપર લીગનામાં ઓસ્ટ્રેલિયા મોખરે, ભારત છઠ્ઠા ક્રમે યથાવત

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ બુધવારે ભારત સામેની ત્રણ વન-ડે ક્રિકેટ મેચની સિરીઝ જીતીને ICC વર્લ્ડ કપ સુપર વન-ડે લીગમાં મોખરે પહોંચી ગઈ છે જ્યારે ભારતની ટીમ છઠ્ઠા ક્રમે યથાવત રહી છે. આ સિરીઝ જીતવાની સાથે ઓસ્ટ્રેલિયાના 40 પોઇન્ટ થયા છે અને તેણે ઇંગ્લેન્ડને પાછળ રાખી દીધું છે. ઇંગ્લેન્ડ હવે બીજા ક્રમે આવી ગયું છે.

ભારતે કેનબેરા ખાતે રમાયેલી ત્રીજી વન-ડે જીતીને ટુર્નામેન્ટમાં પહેલી વાર પોઇન્ટ હાંસલ કર્યા હતા પરંતુ તે છઠ્ઠા ક્રમે છે. આ સુપર લીગમાં મળેલા પોઇન્ટ અને પોઝિશનને આધારે 2023ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટેની ટીમો ક્વોલિફાઈ થશે. જોકે ભારતને આ તબક્કે ખાસ તકલીફ પડનારી નથી કેમ કે યજમાન હોવાને નાતે તે આપોઆપ ક્વોલિફાઈ થઈ જશે.

ICCએ 13 ટીમની આ ચેમ્પિયનશિપનો આ વર્ષે પ્રારંભ કર્યો છે. ઓસ્ટ્રેલિયા 40 અને ઇંગ્લેન્ડ 30 પોઇન્ટ ધરાવે છે. પાકિસ્તાન 20 અને ભારત 10 પોઇન્ટ ધરાવે છે. ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા જેવી ઘણી ટીમ છે જે હજી સુધી એકેય મેચ રમી નથી અને તેના પોઇન્ટનું ખાતું ખૂલ્યું નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.