મમતા બેનરજીના લોહીમાં એવુ શું છે કે જય શ્રી રામ બોલી શકતા નથી?: ભાજપ

પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલિપ ઘોષે મમતા બેનરજી માટે અત્યંત આપત્તિજનક શબ્દનો પ્રયોગ કર્યો છે.

દિલિપ ઘોષે કહ્યુ હતુ કે, મમતા બેનરજી ભગવાન રામની ધરતી પર એક હરામીની જેમ વ્યવહાર કરે છે.આખરે મમતાના લોહીમાં એવુ શું છે કે, તે જય શ્રી રામ નથી બોલી શકતી.મમતા બેનરજી કહે છે કે, આપણે બદલો નથી લેવાનો પણ બદલાવ કરવાનો પણ હું કહેવા માંગુ છું કે, ભઆજપ સત્તામાં આવશે એટલે અમારા કાર્યકરોની હત્યાનો બદલો લેવામાં આવે.

દિલિપ ઘોષ સતત વિવાદીત બયાન આપતા રહ્યા છે.આ પહેલા તેમણે પશ્ચિમ બંગાળની સરખામણી કાશ્મીર સાથે કરીને કહ્યુ હતુ કે, અહીંયા આતંકવાદી સંગઠનો સક્રિય બની ગયા છે.

જોકે બંગાળમાં જય શ્રી રામના મુદ્દા પર બબાલ અગાઉ પણ થઈ ચુકી છે.2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી આ નારો ઉછાળવામાં આવ્યો હતો ત્યારે પણ મમતા બેનરજી રોષે ભરાયા હતા.મમતા બેનરજીનો આરોપ હતો કે, ભાજપે આ નારાને રાજકીય સ્વરુપ આપ્યુ છે.

પશ્ચિમ બંગાળમાં 2021 ના મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવની છે અને ભાજપે અત્યારથી જ ચૂંટણી માટે આક્રમક પ્રચાર શરુ કરી દીધો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.