ગુજરાત (Gujarat) વિધાનસભાની 6માંથી 6 બેઠકોની પેટા ચૂંટણી (By Election) જીતવા ભાજપે (BJP) રણનીતિ ઘડી નાંખી છે. દેશની રાજનીતિનાં ચાણક્ય એવા અમિત શાહના (Amit Shah) ગૃહ રાજ્યની પેટા ચૂંટણી તેમની જ રણનીતિથી જીતવામાં આવશે. પ્રદેશ ભાજપે આ પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવા દરેક વિધાનસભા બેઠકો પર પેજ પ્રમુખને 6 દિવસનો કાર્યક્રમ આપ્યો છે.
પેજ પ્રમુખનાં મહત્વ વિશે સમજાવતા અમરાઈવાડી વિધાનસભા બેઠકનાં પ્રભારી અને કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, આવનારા કાર્યકર્તાઓને પ્રેરણા આપી શકાય તે પ્રકારે અમરાઈવાડી વિધાનસભાનું પરિણામ જોઇએ છે. એટલા માટે જ જીણું જીણું કાંતવું છે. એટલા માટે જ અહીંયા પેજ પ્રમુખને બોલાવ્યા છે. આપણે નરેન્દ્રભાઈનાં હાથ નીચે તૈયાર થયેલા કાર્યરત છે. એટલે જ આપણાથી એક પણ ચૂક ન થવી જોઈએ. આ ચૂંટણી જીતવા બધા જ કલા કૌશલ્યનો ઉપયોગ આપના કાર્યકર્તા કરે એટલા માટે તમારી સામે સપ્તપદી યોજના તમારી સામે મુકવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.