Multani Mitti Benefits : જાણો, ત્વચા માટે કેમ અને કેટલી ફાયદાકારક છે મુલ્તાની માટી?

મુલ્તાની માટી એક સદીઓ જૂનો નુસ્ખો છે જેનો ઉપયોગ કેટલાય બ્યૂટી બેનેફિટ્સ માટે કરવામાં આવે છે. આ ત્વચા અને વાળની કેટલીય સમસ્યાઓ માટે એક જાદુઇ સામગ્રી છે. આ મૂળ સ્વરૂપે તો એક માટી છે જે પાણી સાથે મિશ્રિત થઇને એક પેસ્ટ તૈયાર થાય છે. જે ચહેરાને ગ્લોઇંગ બનાવવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ત્વચામાંથી અશુદ્ધિઓ, ગંદકી અને તેલ હટાવવા માટે ફાયદાકારક છે અને આ સાથે જ આ કરચલીને ઘટાડવા અને એન્ટી-એન્જિંગના લક્ષણોને ઘટાડવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જાણો, મુલ્તાની માટી આપણી સ્કિન માટે કેવી રીતે અને કેટલીક ફાયદાકારક છે…

સોજો ઘટાડવો 

મુલ્તાની માટી ઠંડક અને આરામદાયક ગુણોથી ભરપૂર છે. આ સ્કિનને ફ્રેશ રાખે છે અને આ સાથે જ ઠંડક પણ પહોંચાડે છે.

લોહી પરિભ્રમણમાં સુધારો

આ શરીરની ચયાપચય ક્રિયાને વધારીને લોહીના પરિભ્રમણમાં સુધારો કરે છે. યોગ્ય બ્લડ સર્ક્યુલેશનથી શરીરમાંથી બિનજરૂરી ડેડ સ્કિન દૂર થઇ જાય છે.

પિગ્મેન્ટેશનને ઘટાડવું 

પ્રદૂષિત વાતાવરણ અને સતત સૂર્યના સંપર્કમાં આવવાથી પિગ્મેન્ટેશન થઇ શકે છે. મુલ્તાની માટીને નારિયળ પાણી અને ખાંડની સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાવવાથી ત્વચાનાં પિગ્મેન્ટેશનમાં ઘટાડો થાય છે.

એન્ટીસેપ્ટિક ગુણ

મુલ્તાની માટીમાં કેટલાક એન્ટીસેપ્ટિક ગુણ મળી આવે છે જે ઇજાની સારવાર કરી શકે છે. બસ ઇજાગ્રસ્ત વિસ્તારમાં આ એક પેસ્ટ સ્વરૂપે લગાઓ જેથી થોડાક સમયમાં તમને રાહત મળશે.

એલર્જીને ઠીક કરવું 

જો તમને કોઇ એલર્જી અથવા ઇન્ફેક્શન છે તો બસ થોડીક મુલ્તાની માટીને ગુલાબ જળની સાથે મિક્સ કરો અને તેને સંક્રમિત વિસ્તાર પર લગાઓ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.