અમિત શાહ ધારાસભ્યોને ખરીદી રહ્યા હોવાના પુરાવા છે, રાજસ્થાન કોંગ્રેસે કર્યો ખુલ્લો આક્ષેપ

– ફરી એકવાર કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઇ ગઇ

રાજસ્થાન કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચિન પાઇલટ વચ્ચે ખેંચતાણ શરૂ થઇ ગઇ હતી. આ સંદર્ભમાં રાજસ્થાન કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ અમારા ધારાસભ્યોને ખરીદી રહ્યા હોવાના અમારી પાસે પુરાવા હતા.

અશોક ગેહલોતે આજે પોતાના પ્રધાન મંડળની બેઠક બોલાવી હતી અને  એમાં એ પોતાની પાસેના કહેવાતા પુરાવા રજૂ કરશે. નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ પણ જયપુર પહોંચી ગયા હતા. રાજકીય ખેંચતાણ ફરી શરૂ થઇ હોવાના અણસાર મલ્યા હતા. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંઘ ડોટાસરા ગંગાનગરમાં ખેડૂત સંમેલનમાં હાજરી આપવા ગયા હતા. તેમને મુખ્ય પ્રધાને તત્કાળ જયપુર પાછા બોલાવી લીધા હતા. ડોટાસરાએ મિડિયાને કહ્યું હતું કે અમિત શાહ ધારાસભ્યોને ખરીદી રહ્યા હોવાના અમારી પાસે પુરાવા હતા. ત્રણ અપક્ષો અને બે બસપા ધારાસભ્યોએ મુખ્ય પ્રધાનને એવી માહિતી આપી હતી કે ભાજપે ફરી એકવાર અમારો સંપર્ક સાધ્યો હતો.

સચિન પાઇલટ જૂથ અને ભાજપ આ અંગે કહે છે કે આ તો એક યોજનાબદ્ધ ષડ્યંત્ર છે. વાસ્તવમાં કોઇએ મુખ્ય પ્રધાનને આવું કહ્યું હોય તો એના કારણ માટે અશોક ગેહલોત પોતે જવાબદાર છે. તેમણે આ અપક્ષો અને બસપાના સભ્યોને પ્રધાનપદની લાલચ આપીને પોતાની સાથે રાખ્યા હશે. હવે પ્રધાનપદ આપતા નથી એટલે પેલા લોકો દબાણ લાવી રહ્યા હતા. એમાં ભાજપ શું કરે. તમે આપેલા વચનનું પાલન તમે કરો તો કોઇ કટોકટી ન સર્જાય.

જે હો તે, રાજસ્થાન કોંગ્રેસમાં ફરી એકવાર ખેંચતાણ શરૂ થઇ ગઇ હોવાના આ એંધાણ ઙતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.