ભારત બંધને AAPનો ટેકો, સિન્ધુ બોર્ડર પર પહોંચેલા કેજરીવાલે કહ્યું, હું સેવાદાર તરીકે આવ્યો છું

દિલ્હીની સરહદ પર ખેડૂતોનો વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે. સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિંધુ બોર્ડર પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો અડેલા છે. અરવિંદ કેજરીવાલે અહીં ખેડૂતો દ્વારા મંગળવારે અપાયેલા ભારત બંધના એલાનનું સમર્થન કર્યું છે.

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ખેડૂતોની દરેક માંગનું સમર્થન કરીએ છીએ. ખેડૂતોના મુદ્દા અને સંધર્ષનું નિરિક્ષણ કરી રહ્યા છીએ. દિલ્હી સરકાર અને અમારી પાર્ટી ખેડૂતોના સંઘર્ષમાં સાથે છે. જ્યારે ખેડૂતો બોર્ડર પર આવ્યા હતા તો કેન્દ્ર અને દિલ્હી પોલીસે અમારી પાસે દિલ્હીના 9 સ્ટેડિયમને જેલ બનાવવાની પરવાનગી માંગી હતી.

દિલ્હી સીએમે કહ્યું કે અમારી ઉપર દબાણ બનાવવામાં આવ્યું હતું પરંતું અમે કોઈ પરવાનગી આપી નહી. અમારી સરકાર, પાર્ટી સતત સેવાદારની જેમ ખેડૂતોની સેવામાં લાગી છે. હું સેવાદાર તરીકે આવ્યું છું અને ખેડૂતોની સેવા કરવા આવ્યો છું. ખેડૂતો સતત મહેનત કરીને અનાજ પકવે છે તેવામાં આપણી ફરજ બને છે કે આપણે ખેડૂતોની સેવા કરીએ.

ઉલ્લેખનીય છે તે આ પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ સિંધુ બોર્ડર પર આવ્યા હતા અને ખેડૂતોની મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટી જાહેરાત કરી ચૂકી છે કે તે તે ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનનું સમર્થન કરી રહી છે અને 8 ડિસેમ્બરે દેશમાં પ્રદર્શન કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.