– ફોર્બ્સે સૌથી શક્તિશાળી મહિલાઓની 17મી યાદી જાહેર કરી
– એંજેલા મર્કેલ પ્રથમ અને યૂરોપિનય સેંટ્રલ બેંકના ચીફ લેગાર્ડે બીજા, કમલા હેરિસને ત્રીજુ સ્થાન
પ્રખ્યાત મેગેઝિન ફોર્બ્સે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે જેમાં નાણા પ્રધાન નિર્મલા સિતારામણ, અમેરિકાના ભારતીય મૂળના ઉપ પ્રમુખ કમલા હેરીસ, કિરણ મજમુદારને સૃથાન આપવામાં આવ્યું છે.
ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની 17મી યાદીમાં વિશ્વની સૌથી શક્તિશાળી 100 મહિલાઓનો સમાવેશ કરાયો હતો. 30 દેશોની મહિલાઓએ આ સૃથાન પ્રાપ્ત કર્યું છે તેમાં ભારતમાંથી નિર્મલા સિતારામણ, કિરણ મજમુદાર, રોશની નાદર મલ્હોત્રા, રેણુકા જગતિયાનીનો સમાવેશ થાય છે.
100માંથી 38 વિવિધ કંપનીની સીઇઓ છે, પાંચ મનોરંજનના ક્ષેત્રમાંથી અને 10 સ્ટેટ હેડ છે. નિર્મલા સિતારાણને આ યાદીમાં 41મું સૃથાન આપવામાં આવ્યું છે. જ્યારે એચસીએના સીઇઓ રોશની નાદર મલ્હોત્રાને 55મું સૃથાન મળ્યું છે. મજમુદારને જાત મહેનતે સૌથી ધનવાન બનેલી ભારતીય મહિલા ગણાવી છે અને તેમને 68મું સૃથાન આપવામાં આવ્યું છે. જ્યારે લેન્ડમાર્ક ગુ્રપના ચેરવુમન રેણુકાને 98મું સૃથાન આપવામાં આવ્યું છે.
પ્રથમ ક્રમે જર્મન ચાંસેલર એંજેલા માર્કેલ આવ્યા છે. બીજો ક્રમ યુરોપિનય સેંટ્રલ બેંક ચીફ ક્રિસ્ટિને લેગાર્ડે અને કમલા હેરીસ ત્રીજા ક્રમે છે. ન્યૂઝિલેન્ડના વડા પ્રધાન જેસિના એંન્ડ્રેને 32, તાઇવાનના પ્રમુખ ટીસાઇ ઇંગ વેનને 38, સીવીએસ હેલૃથ એક્ઝિક્યૂટિવ કેરેન લીંચને 38મું સૃથાન આપવામાં આવ્યું છે.
નામ | ક્રમ |
એંજેલા માર્કેલ | 1 |
ક્રિસ્ટિને લેગાર્ડે | 2 |
કમલા હેરિસ | 3 |
જેસિના એંન્ડ્રે | 32 |
ટી સાઇ ઇંગ વેન | 37 |
કેરન લીંચ | 38 |
નિર્મલા સિતારામણ | 41 |
રોશની નાદર | 55 |
કિરણ મજમુદાર | 68 |
રેણુકા જગતિયાની | 98 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.