Sinus Infection: સાઇનસની સમસ્યામાં રાહત અપાવશે આ ફેસ યોગાસન

– મોટાભાગના લોકોને શરદી અને એલર્જીથી સાઇનસ થઇ જાય છે

શિયાળામાં સામાન્ય રીતે સાઇનસની સમસ્યા વધી જાય છે અને આ ખૂબ જ પરેશાન કરનારી સમસ્યા હોય છે. મોટાભાગના લોકોને શરદી અને એલર્જીથી સાઇનસ થઇ જાય છે. દવાઓ ઉપરાંત કેટલાક યોગાસન મારફતે પણ તેને દૂર કરી શકાય છે. જાણો, આ આસાન ફેસ યોગ વિશે…

બ્રીધિંગ એક્સરસાઇઝ :- સાઇનસની સમસ્યામાં બ્રીધિંગ એક્સરસાઇઝ સૌથી અસરકારક હોય છે. આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે. તેના માટે શ્વાસમાં અંદર તરફ ખેંચો અને બહારની તરફ છોડો. આ એક્સરસાઇઝ 5 વખત ધીમે-ધીમે કરો.

નાકની એક્સરસાઇઝ :- તેના માટે નાકને ઉપરથી દબાવીને શ્વાસ લો અને ધીમે-ધીમે છોડો. સાઇનસની સમસ્યામાં આ એક્સરસાઇઝ ખૂબ અસરકારક છે. તેની અસર તમને 6 દિવસમાં જ જોવા મળશે.

ફિંગર પ્રેસિંગ પોઝ :- તેના માટે પોતાના હાથની વચ્ચેની આંગળીઓથી નાકના કિનારાની ત્વચાને દબાઓ. આ અવસ્થામાં 2 મિનિટ સુધી રાખો. તેનાથી શ્વાસ લેવામાં સરળતા થાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.