ખેડુતોએ ફગાવ્યો કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ, આંદોલનને તેજ કરવાનું એલાન

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 14 દિવસોથી પ્રદર્શન કરી રહેલા ખેડુતોને સરકાર તરફથી મોકલવામાં આવેલા લેખિત પ્રસ્તાવને ફગાવી દીધો છે. કૃષિ કાનુનમાં સંશોધનની જગ્યાએ તેને રદ્દ કરવાની માંગ પર મક્કમ ખેડુતોના આંદોલનને તેજ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.

14 ડિસેમ્બરે સમગ્ર દેશમાં પ્રદર્શન અને ભાજપ ઓફિસોના ઘેરાવની વાત કરવામાં આવી છે તો 12 ડિસેમ્બરે જયપુર-દિલ્હી અને દિલ્હી-આગ્રા હાઈ-વેને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તે પણ કહેવામાં આવ્યું છે કે તે દિવસે તમામ ટોલ પ્લાઝાને ફ્રી કરી દેવામાં આવશે.

સિંધુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સમાં ક્રાંતિ કિસાન યૂનિયનના અધ્યક્ષે કહ્યું કે, સરકારના પ્રસ્તાવોને ખેડુત સંગઠનોએ ફગાવ્યો છે. ખેડુત નેતાઓએ કહ્યું કે, સરકાર જો બીજો પ્રસ્તાવ મોકલશે તો તેના પર વિચાર કરવામાં આવશે. આ સાથે જ ભાજપ નેતાઓના ઘેરાવ અને રિલાયંસ જિઓની તમામ પ્રોડક્ટ્સ અને મોલના બહિષ્કાર કરવાની વાત પણ કહી છે. ખેડુત નેતાઓએ કહ્યું કે, જો ત્રણેય કૃષિ કાનુન રદ્દ કરવામાં નહી આવે તો દિલ્હીના તમામ માર્ગોને એક પછી એક બંધ કરી દેવામાં આવશે.

ખેડુત નેતાઓએ કહ્યું કે, 14 ડિસેમ્બરે ભાજપની ઓફિસોનો ઘેરાવ કરવામાં આવશે. દેશના ઘણાં ભાગોમાં ધરણાં પ્રદર્શન થશે. દેશના બીજા ભાગોમાંથી પણ ખેડુતોને દિલ્હી બોલાવવામાં આવી રહ્યાં છે. ખેડુત નેતા શિવકુમાર કક્કાએ કહ્યું કે, 14 ડિસેમ્બરે રાજ્યોમાં જિલ્લાના મુખ્યમથકોનો ઘેરાવ કરીશું તો દિલ્હી-જયપુર રાજમાર્ગ 12 ડિસેમ્બર સુધી બંધ કરીશું.

તેમણે તે પણ કહ્યું કે, સરકાર સાથે આગામી વાતચીતને લઈને હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. ખેડુત નેતા પ્રહ્લાદ સિંહ ભારુખેડાએ કહ્યું કે, સરકારના પ્રસ્તાવમાં કંઈ નવું નથી અને અમે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન શરૂ રાખીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.