14 ડિસેમ્બરે સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ

– સાધના, મોક્ષ અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઉત્તમ દિવસ તરીકે ગણના

– સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનુ ન હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું નથી અને ગ્રહણનું સુતક લાગશે નહિ

આગામી તા.૧૪ ડિસેમ્બરે કારતક માસની અમાસને સોમવારે સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ ઉભો થયો છે. અગાઉ ૨૧ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ ઉભો થયો હતો. ૬૩ વર્ષ બાદ સોમવતી અમાસ અને પાંચ ગ્રહોની યુતિનો સંયોગ ઉભો થયો છે.

આ અગાઉ આવો સંયોગ ૧૯ મી ઓગસ્ટ ૧૯૬૩ ના રોજ સિંહ રાશીમાં સૂર્ય,ચંદ્ર, બુધ, પ્લુટો અને યુરેનસની  એમ પાંચ ગ્રહોની યુતિ થઈ હતી. આગામી તા.૧૪ ડિસેમ્બરે થનારૂ સૂર્યગ્રહણ બે રાશિ બે નક્ષત્ર અને બે દિવસ ચાલશે. આ સૂર્ય ગ્રહણ ભારતમા દેખાવાનું ન હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું નથી અને ગ્રહણનુ સૂતક લાગશે નહિ.જયોતિષશાસ્ત્રના અભ્યાસુ કિરીટભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સામાન્ય રીતે સોમવતી અમાસ એક કેલેન્ડર વર્ષમાં બે કે ત્રણ આવે છે. અને સૂર્યગ્રહણ વર્ષમાં બેથી ચાર આવે છે.સોમવતી અમાસના પર્વે સૂર્યગ્રહણ અને પાંચ ગ્રહોની યુતિનો સંયોગ છેલ્લા ૧૦૦ વર્ષોમાં થનારી પ્રથમ ઘટના છે. સૂર્ય, ચંદ્ર એ આત્મા અને મનના કારક હોવાથી આ દિવસે સાધના,મોક્ષ અને જ્ઞાાનપ્રાપ્તિ માટે ઉત્તમ દિવસ છે.સોમવતી અમાસના દિવસે ભગવાન કાર્તિકેય, લક્ષ્મીનારાયણ અને શંકર પાર્વતીની પૂજા અને આરાધના કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તી થાય છે. આયુષ્ય અને આરોગ્યની વૃધ્ધિ સાથે ધન અને ધાન્યની પ્રાપ્તી થાય છે. આ દિવસે પીપળાની અને તુલસીની ૧૦૮ પરિક્રમા તેમજ શિવલીંગ ઉપર સવા લાખ બિલ્લીપત્રોથી મુકત થઈ દિર્ઘાયુ થવાય છે. કુંવારી કન્યાઓએ આ દિવસે શંકર પાર્વતીની પૂજા કરવાથી ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.

પાંચ ગ્રહોની યુતિ ભારત દેશની કુંડલીમાં સપ્તમ સ્થાનમાં થતી હોવાથી વિશ્વમાં ભારતની નામના વધશે. વિદેશ નીતિમાં ભારતનો ડંકો વાગશે.ગઠબંધન કે જોડાણમાં ફાટફુટ ભાગલા પડે, રાજનીતિ જોડાણ કે અન્ય સામાજિક આર્થિક જોડાણમાં ભંગાણ પડે, ૧૯૬૩માં સોમવતી અમાસ અને પાંચ ગ્રહોની યુતિનો સંયોગ થયેલ. પણ સૂર્યગ્રહણનો યોગ ન હોવાથી આવો ટ્રીપલ સંયોગ પણ સદીની પ્રથમ ઘટના છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.