દુનિયામાં સૌથી વધારે કોરોના વિશે સર્ચ કરવામાં આવ્યું પરંતુ ભારતમાં IPL વિશે સૌથી વધારે સર્ચ થયું

ગુગલ વર્ષના અંતે વર્ષમાં સૌથી વધારે સર્ચ થતાં વિષયો જાહેર કરે છે. જેમાં ગુગલ પર વર્ષમાં સૌથી વધારે લોકોએ શું સર્ચ કર્યું. ભારત માટે પણ ગુગલે સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા વિષયો જાહેર કર્યાં છે. આ યાદીમાં આ વર્ષે ભારતમાં કરવામાં આવેલા ટોપ સર્ચથી લઈને, ટોપિક્સ, ઈવેન્ટ, લોકો અને જગ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

ગુગલે ગ્લોબલ ડેટા પણ જાહેર કર્યો છે, જેનાથી તે જાણવા મળે છે કે, દુનિયાભરમાં સૌથી વધારે સર્ચ Coronavirus વિશે થયું પરંતુ ભારતમાં એવું થયું નથી. ચોંકાવનારી વાત એ છે કે જ્યાં દુનિયા આ વર્ષે કોરોના વાઈરસ મહામારીના કારણે પરેશાન થઈ રહી છે લોકો તેના વિશે વધારે સર્ચ કરી રહ્યાં છે પરંતુ ભારતમાં કોરોના વાઈરસ ટૉપ સર્ચ ક્વેરી નથી પરંતુ લોકોએ IPL વિશે સૌથી વધારે સર્ચ કર્યું છે.

આ વર્ષે ગુગલ સર્ચમાં IPL ભારતમાં ટોપ સર્ચ ક્વેરી રહી. ટોપ ટ્રેડિંગ પર્સનાલિટીમાં જો બિડેન અને અર્નબ ગોસ્વામીનું નામ છે. તેમજ વર્ષ 2020ની ટોપ ટ્રેડિંગ ફિલ્મોમાં નંબર-1 પર દિલ બેચારા, સૂરારી પુટ્ટરુ ટોપ પર છે. વેબ સીરિઝની વાત કરવામાં આવે તો આ વર્ષે ભારતમાં લોકોએ સૌથી વધારે મની હેસ્ટ અને સ્કેમ 1992 વિશે સૌથી વધારે સર્ચ થયું છે.

ગુગલ પ્રમાણે આ વર્ષે લોકોએ કોરોનાને લઈને પણ ઘણું સર્ચ કર્યું છે. પરંતુ તે છતાં IPLને લઈને પણ ક્રેઝ રહ્યો અને તે IPL ટોપ ટ્રેડિંગ ક્વેરી રહ્યું છે. કોરોના વાઈરસ અને IPL સિવાય દિલ્હી ઈલેક્શન અને બિહાર ઈલેક્શન સર્ચ કરવામાં આવ્યા છે. ટોપ ચાર્ટમાં પ્રધાનમંત્રી કિસાન સ્કિમ પણ રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.