પાકિસ્તાનને ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈકનો ડર લાગી રહ્યો છે અને એ ડર એટલો છે કે તેણે પોતાની સેનાને એલર્ટ પર રાખી છે. પાકિસ્તાનની ઈમરાન સરકાર કંઈ નથી બોલી રહી પરંતુ પાકિસ્તાની મીડિયાને પોતાનો આ ડર જણાવ્યો છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર લદ્દાખ અને ડોકલામમાં હાર અને ખેડુત આંદોલનથી ધ્યાન ભટકાવવા માટે ભારત સરહદે હુમલો કરી શકે છે. આ મીડિયા રિપોર્ટમાં વિશ્વસનિય સુત્રોનો હવાલો આપીને કહ્યું છે કે, ભારત LoC અને ભારત-પાકિસ્તાન સરહદે હુમલાની તૈયારી કરી રહ્યું છે.
હુમલાની શક્યતાને જોતા પાકિસ્તાની સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારત સરહદે એક્શન લઈ શકે છે અથવા સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. જેનાથી આંતરિક સમસ્યાઓથી ધ્યાન હટાવી શકે.
ઉલ્લેખનિય છે કે, 2016માં ભારતે ઉરી આતંકવાદી હુમલા બાદ PoKમાં જઈને આતંકી ઠેકાણાંઓને ધ્વસ્ત કર્યાં હતા. આ સર્જિકલ સ્ટ્રાઈકમાં ઘણાં આતંકીઓ માર્યાં ગયા હતા અને લોન્ચ પેડને તબાહ કરી દીધાં હતા. આ રીતે પુલવામાં હુમલા બાદ ભારતે 26 ફેબ્રુઆરી 2019ના એરસ્ટ્રાઈક દ્વારા બાલાકોટમાં આતંકી કેમ્પ પર હુમાલો કર્યો હતો. બંન્ને જ વખતે પાકિસ્તાનની સેનાને ભનક સુધ્ધા લાગી નહોતી.
તજજ્ઞોનું કહેવું છે કે, ખરેખર પાકિસ્તાન કાશ્મીરમાં આતંકીઓની ઘુસણખોરી કરાવવા માટે બેચેન છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની સરકાર, સેના અને ISI કોઈ રીતે અહીં શાંતિ ભંગ કરવાની ફિરાકમાં છે. પરંતુ તે જાણે છે કે કોઈ પણ ષડ્યંત્રનો ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.