આગામી નાણાંકિય વર્ષથી ઘટી શકે છે કર્મચારીઓની ઈન-હેન્ડ સેલેરી, લાગૂ થવાનો છે આ નવો નિયમ

પગારદાર કર્મચારીઓ માટે બે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એક સારા અને એક ખરાબ સમાચાર છે. સારા સમાચાર એ છે કે આગામી નાણાંકિય વર્ષથી કર્મચારીઓના PF એકાઉન્ટમાં વધારે રકમ જમા થવા લાગશે, જેનાથી તેમને નિવૃત્તિ બાદ એક મોટી રકમ મળી શકે. જ્યારે બીજા માઠા સમાચાર એ છે કે તેમને ઈન-હેન્ડ મળતું વેતન ઘટી શકે છે.

સરકારે ગત વર્ષે સંસદમાં વેજ કોડ પસાર કરાવ્યું હતું જે આગામી નાણાંકિય વર્ષથી લાગૂ થશે. આ વેજ કોડ લાગૂ થવાની સીધી અસર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ પર પડશે. નવા વેજ કોડ અનુસાર કર્મચારીને મળતા તમામ પ્રકારના ભથ્થા કુલ વેતન કે સીટીસીના 50%થી વધારે હોય શકે નહી. તેનો અર્થ એ છે કે કર્મચારીઓના કુલ વેતન કે સીટીસીના 50% બેઝિક સેલેરી હશે.

હજુ મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓની કુલ સીટીસીમાં એક મોટો ભાગ ભથ્થાનો રાખે છે અને બેઝિક સેલેરી ઓછી રાખે છે. નવા વેજ કોડનું પાલન કરવા માટે કંપનીઓએ કર્મચારીઓની કુલ સેલેરીમાં બેઝિક વેતનને વધારવું પડશે અને ભથ્થાને 50% સુધી સિમિત રાખવું પડશે. જેની સીધી અસર તે થશે કે કર્મચારીઓના પીએફ એકાઉન્ટમાં જતી રકમ વધી જશે.

જ્યારે કર્મચારીઓને મળતી ઈન-હેન્ડ સેલેરી કે ટેક હોમ સેલેરી ઘટી જશે. આ નવા નિયમથી ભલે કર્મચારીઓને ઈન-હેન્ડ સેલેરી ઓછી મળે પરંતુ તેની નિવૃત્તિ બેનિફિટ્સ વધી જશે અને તેમને એક સારી સામાજીક સુરક્ષા મળી શકશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.