નવા કૃષિ કાયદા સામે ખેડુતોએ રાજધાની દિલ્હીના સીમાડે ડેરો જમાવ્યો છે. સતત 15માં દિવસે આંદોલન શરૂ છે. ખેડુત નેતાઓએ બુધવારે ખેડુતોના પ્રસ્તાવને ફગાવતા આંદોલન વધુ તેજ કરવાની ચેતવણી આપી.
જે બાદ આજે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ખેડુતોના હિતમાં કાનુન બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, MSP પર લેખિત આશ્વાસન આપવા માટે તૈયાર છીએ. ખેડુત સંગઠન સરકારના પ્રસ્તાવ પર વિચાર કરે.
તેમણે કહ્યું કે, ખેડુતો ઠંડીમાં બેસ્યા છે, તે અમારા માટે ચિંતાનો વિષય છે. સરકાર દરેક મુશ્કેલી પર વાતચીત કરવા માટે તૈયાર છે. ખેડુત જ્યારે પણ ઈચ્છે ત્યારે અમે ચર્ચા માટે તૈયાર છીએ. અમે ખેડુતોની ચિંતાઓ દૂર કરવા માટે તેમના સુચનોની રાહ જોઈએ છીએ પરંતુ તેઓ કાનુન પરત લેવા પર મક્કમ છે.
કૃષિમંત્રીએ કહ્યું કે, કૃષિ બીલ ખેડુતોની આઝાદી છે. વન નેશન-વન માર્કેટથી હવે ખેડુત પોતાનો પાક ક્યાંક પણ કોઈ પણને અને કોઈ પણ કિંમતે વેચી શકે છે. હવે ખેડુત કોઈ પર નિર્ભર રહેવાને બદલે ખાદ્ય ઉત્પાદન કંપનીઓ સાથે પાર્ટનરની જેમ જોડાઈને વધારે નફો કમાઈ શકશે.
ઉલ્લેખનિય છે કે, ખેડુત નેતાઓએ નવા કૃષિ કાયદામાં સંશોધન કરવાના સરકારના પ્રસ્તાવને બુધવારે ફગાવી દીધો હતો અને આંદોલન વધું વેગવંતુ બનાવવાની વાત કરી હતી. તેઓ શનિવારે જયપુર દિલ્હી અને દિલ્હી આગ્રા એક્સપ્રેસ-વેને બંધ કરશે તથા આંદોલનને તેજ કરતા 14 ડિસેમ્બરે રાષ્ટ્ર વ્યાપી પ્રદર્શન કરશે.
અત્રે એ પણ નોંધનીય છે કે, મંગળવારે ખેડુત સંગઠનોએ ભરત બંધનું એલાન કર્યું હતું. તેમજ ગૃહમંત્રી અમિત શાહે 13 ખેડુત નેતાઓ સાથે બેઠક કરી, બેઠકમાં ખેડુકોને સરકાર તરફથી એક લેખિતમાં ડ્રાફ્ટ આપવા પર સહમતિ થઈ હતી પરંતુ તેને ખેડુતોએ ફગાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.