રસી આપવા માટે 23 કરોડ સિરિંઝનો ઓર્ડર અપાયો, બે ટોચની કંપનીઓ આ સિરિંજ તૈયાર કરશે

– ભારતમાં કોરોનાની રસી આપવાની વિરાટ યોજના

દેશની કુલ વસતિ એક અબજ ત્રીસ કરોડથી વધુ હોય અને કોરોનાની રસી આપવાની હોય તો વિરાટ પાયે પૂર્વતૈયારી કરવી પડે. કેન્દ્ર સરકારે બે મોટી કંપનીઓને 23 કરોડ સિરિંજ તૈયાર કરવાનો ઓર્ડર આપી દીધો હતો. દરેક વ્યક્તિને રસીના બબ્બે ડૉઝ આપવાના હોય છે.

હિન્દુસ્તાન સિરિંજ એન્ડ મેડિકલ ડિવાઇસીસ (એચએમડી) અને ઇસ્કોન સર્જિકલ્સને 23 કરોડ સિરિંજ તૈયાર કરવાનો ઓર્ડર અપાઇ ચૂક્યો હાવાની જાણકારી વિશ્વસનીય સૂત્રોએ આપી હતી. આ દિશામાં તપાસ કરતાં એવી માહિતી મળી હતી કે આ બંને કંપનીઓએ અત્યાર સુધીમાં નવ કરોડ સિરિંજ તૈયાર કરી લીધી હતી.

2021ના માર્ચ સુધીમાં 23 કરોડ સિરિંજ તૈયાર હશે એવું પણ જાણકાર સૂત્રોએ કહ્યું હતું. કેન્દ્રના આરોગ્ય ખાતાએ ગુરૂવારે રાજસ્થાનના જોધપુરમાં આવેલી ઇસ્કોન સર્જિકલ્સ અને ફરીદાબાદમાં આવેલી એચએમડીને તત્કાળ સાત કરોડ સિરિંઝ સરકારી ગોદામોમાં પહોંચતી કરવાની તાકીદ કરી દીધી હતી. એ

ચએમડીના જનરલ મેનેજરે આપેલી માહિતી મુજબ તેમને 17 કરોડ સિરિંજ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. એમાંથી સાત કરોડ સિરિંજ તૈયાર હતી જે 115 ટ્રકો દ્વારા સરકારી ગોદામોમાં પહોંચતી કરાશે.

ઇસ્કોન સર્જિકલ્સના પ્રવક્તાએ જણાવ્યા મુજબ ઇસ્કોને બે કરોડ સિરિંજ તૈયાર કરી રાખી હતી. ઇસ્કોનને અત્યારે સાડા પાંચ કરોડ સિરિંજનો ઓર્ડર મળ્યો છે. એને કુલ 10 કરોડ સિરિંજનો ઓર્ડર મળવાની અપેક્ષા હતી.  જો કે એચએમડીની જેમ ઇસ્કોનને હજુ ડિસ્પેચ ઓર્ડર મળ્યો નહોતો. એ ઓર્ડર મળતાં હાલ તૈયાર છે એ સિરિંજ સરકારી ગોદામોમાં પહોંચતી કરાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.