-કોરોનાના સૌથી વધુ કેસ અને મરણ અમેરિકામાં થયાં છે
અમેરિકી કંપની ફાઇઝર-બાયોએનેટેકે તૈયાર કરેલી કોરાનાની રસીના ઇમર્જન્સી વપરાશને અમેરિકાએ હરી ઝંડી આપી દીધી હતી. અમેરિકાની મેડિકલ એડવાઇઝર પેનલે આ રસીના વપરાશને મંજૂરી આપી હતી.
અત્યાર અગાઉ ફાઇઝરની રસી આપવાની શરૂઆત બ્રિટને કરી દીધી હતી. હવે અમેરિકાએ પણ આ રસી વાપરવાની છૂટ આપી હતી. જો કે અત્યાર સુધી કોરોનાના સૌથી વધુ કેસ અને કોરોનાથી થયેલાં સૌથી વધુ મરણ પણ અમેરિકામાં થયાં હતાં.
ગુરૂવારે અમેરિકાની ડ્રગ એન્ડ ફૂડ ઑથોરિટી તથા વેક્સિન એન્ડ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ ઑથોરિટીની આઠ કલાકની બેઠક પછી ફાઇઝર-બાયોએનટેકની રસીને અમેરિકામાં ઇમર્જન્સી વપરાશ માટે મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો હતો.
ફિલાડેલ્ફિયા હૉસ્પિટલ ફોર ચીલ્ડ્રનના વેક્સિન એક્સપર્ટ ડૉક્ટર પૉલ ઑફિટે કહ્યું કે રસી આપવાથી થનારા સંભવિત લાભને ધ્યાનમાં રાખીને કેટલુંક જોખમ હોવા છતાં આ રસી આપવાનો નિર્ણય અમે સંજોગોને ધ્યાનમાં રાખીને લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.