-તપાસ તો કરો, કૃષિ પ્રધાને મિડિયાને અપીલ કરી
-અગાઉ મોદીએે ચીન પાકિસ્તાનના પીઠબળની વાત કરે
છેલ્લા દસ બાર દિવસથી દિલ્હીના સીમાડા રોકી બેઠેલા હજારો કહેવાતા ખેડૂતોના આંદોલન પાછળ છે કોણ એ તો તપાસો એવી હાકલ કેન્દ્રના રેલવે પ્રધાન પિયુષ ગોયલ અને કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે મિડિયાને કરી હતી.
ગુરૂવારે રાત્રે ખેડૂત નેતાઓએ એવી ધમકી ઉચ્ચારી હતી કે અત્યાર સુધી અમે માત્ર સડકો રોકી હતી. હવે અમે રેલવે રોકવાના છીએ. સરકાર નવા કૃષિ કાયદા પાછા નહીં ખેંચે ત્યાં સુધી અમે અમારું આંદોલન અટકાવશું નહીં.
અત્યાર સુધીમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે વાટાઘાટોના છ રાઉન્ડ પૂરા થયા હતા. સરકારે મંડી (બજારો) અને મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (ટેકાના લઘુતમ ભાવ) અંગે લેખિત ખાતરી આપી હોવા છતાં જિદે ભરાયેલા ખેડૂતો નમતું આપવા તૈયાર નથી. સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે કાયદા કોઇ સંજોગોમાં પાછાં નહીં ખેંચાય.
ગુરૂવારે એનસીપીના શરદ પવારની આગેવાની તળે વિપક્ષોના પ્રતિનિધિએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને કૃષિ કાયદા પાછા ખેંચવા મોદી સરકારને દબાણ કરવાની વિનંતી કરી હતી. સરકારે ખેડૂતોને મોકલેલા પ્રસ્તાવોની વાત કરતાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે મિડિયાને એવી અપીલ કરી હતી કે આ કહેવાતા ખેડૂત આંદોલન પાછળ ખરેખર કોણ છે એની તપાસ કરો. આ પ્રસંગે નરેન્દ્ર તોમરે પણ મિડિયાને અપીલ કરી હતી કે મિડિયાની નજર અમારા કરતાં વધુ ધારદાર હોય છે. મિડિયા જરૂર શોધી કાઢી શકે કે કહેવાતા આ ખેડૂત આંદોલન પાછળ કોનો દોરીસંચાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.