સુરત સિટીમાં મોડીસાંજે કમોસમી વરસાદઃ અનેક ટુ-વ્હીલર સ્લીપ થયા

રસ્તાઓ ચીકણા બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાઃ ઓફિસ કે કામ-ધંધેથી ઘરે જતા લોકોએ અધવચ્ચે રોકાઇ જવું પડયું

કોરોનાની લહેર વચ્ચે આજે સુરત શહેરમાં દિવસના આકાશમાં વાદળોનું સામ્રાજય જોવા મળ્યા બાદ મોડી સાંજે અચાનક હવામાનમાં પલ્ટો આવતા ઠંડા પવનની લહેર સાથે કમોસમી માવઠુ શરૃ થતા નોકરી ધંધા પરથી પરત ઘરે જનારાઓ ટ્રાફિક જામના કારણે અધવચ્ચે રસ્તામાં અટવાયા હતા. તો અચાનક મેઘરાજાના આગમનથી ખેડુતોની સાથે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી હોવાથી ટેન્શનમાં આવી ગયા હતા.

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ હાલમાં રાજસ્થાનમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે એક અપર એર સાયકલોનિક સિસ્ટમ બની છે. જેને લઇને સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરાઇ હતી. આ આગાહીના પગલે સુરત શહેરમાં આજે સવારથી જ વાદળોનું સામ્રાજય જોવા મળ્યુ હતુ. મોડી સાંજે અચાનક હવામાનમાં પલ્ટો આવતા ઠંડા પવનની લહેરકી ફુંકાવવાની સાથે વરસાદ શરૃ થયો હતો. સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા મોડી સાંજે કામ ધંધા પરથી કે નોકરી પરથી પરત જનારાઓ અધવચ્ચે જ વરસાદમાં ઘેરાઇ ગયા હતા. અચનાક વરસાદના કારણે રસ્તાઓ ચીકણા બનતા મોટરસાઇકલ સ્લીપ થવાના પણ બનાવો બનતા ટ્રાફિક જામના પ્રશ્નો સર્જાયા હતા. શહેરમાં અચાનક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ રાહત અનુભવી હતી.

 

આજે સુરત શહેરમાં વાદળીયા હવામાનના કારણે અધિકતમ તાપમાન 32.2 ડિગ્રીલઘુતમ તાપમાન 23.4 ડિગ્રીહવામાં ભેજનું પ્રમાણ 66 ટકાહવાનું દબાણ 1010.4 મિલીબાર અને ઉતર-પૂર્વ દિશામાંથી કલાકના 2 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. હવામાન વિદ્દોના જણાવ્યા મુજબ અપર એર સાયકલોનિકની અસર આવતીકાલ શુક્રવાર સુધી જોવા મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.