બોલીવૂડના હી મેન તરીકે જાણતી અને એક સમયના સુપર સ્ટાર અભિનેતા ધર્મેન્દ્રે ફરી એક વખત ખેડૂતોના સમર્થનમાં સામે આવ્યા છે.
ધરમ પાજીએ કહયુ છે કે, હું મારા ખેડૂત ભાઈઓની પીડા જોઈને બહુ દુખી થઈ રહયો છું.સરકારે આ મામલામાં ઝડપથી સમાધાન કરવુ જોઈએ.આ પહેલા પણ ધર્મેન્દ્રે ખેડૂતોનુ સમર્થન કરતુ નિવેદન આપ્યુ હતુ.જોકે ટ્વિટર પર પાછળથી આ નિવેદન ડિલિટ કરી દેવાયુ હતુ અને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.તે વખતે તેમણે કહ્યુ હતુ કે, ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે, દિલ્હીમાં કોરોના કેસ પણ વધી રહયા છે.આ બધુ જોઈને દુખ થાય છે.
જોકે ધર્મેન્દ્ર પહેલા સ્ટાર નથી જેમણે ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કર્યુ હતુ.આ પહેલા પ્રિયંકા ચોપરા પણ ખેડૂતોના સમર્થનમાં ટેકો આપી ચુકી છે.પ્રિયંકાએ કહ્યુ હતુ કે, ખેડૂતો આપણા સૈનિકો છે અને તેમના ડરને દુર કરવામાં આવે.
બીજી તરફ ખેડૂત આંદોલનમાં સૌથી વધારે રોલ પંજાબના ખેડૂતો ભજવી રહ્યા હોવાથી મોટાભાગના પંજાબી અભિનેતાઓ અને ગાયકો આ આંદોલનને સમર્થન કરી રહ્યા છે.આ પૈકીના મોટાભાગના તો દિલ્હી બોર્ડર પર ખેડૂતોની મુલાકાત પણ લઈ આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.