ગુજરાતમાં લોકસભાની ખાલી પડેલી છ બેઠકો પાર આગામી ૨૧ ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલા આ ચૂંટણીના સહુથી ચર્ચા સ્પદ ઉમેદવાર અલ્પેશ ઠાકોરને લઇને દરરોજ નવા નવા રહસ્યો સામે આવી રહ્યા છે. હજુ ગઈ કાલે સોમવારે જ રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે અહીંનું રાજકારણ બરાબરનું ગરમાયું હતું. ત્યાર બાદ આજે અલ્પેશ ઠાકોર નકૉન્ગ્રેમ હતો ત્યારે પોતે રાજા હતો એવી શેખી મારતો હતો અને હવે આજે જ બીજી તરફ અલ્પેશનું એવી ભાષણબાજી સામે એવી છે જેમાં એ કહી રહ્યો છે કે મંત્રી બન્યા પછી લાવ લશ્કર સાથે લઈને આવીશ ને પછી તો ફક્ત ઓર્ડર જ કરીશ ઓર્ડર. અલ્પેશની આવી ભાષણબાજી બાદ ફરી એક વખત અલ્પેશને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.
કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં પેરાશૂટ નેતા બનેલા અલ્પેશ ઠાકોરનો આજે વધુ વીડિયો વાયરલ થયો હતો. રાધનપુરમાં ભાજપની યોજાયેલી સભામાં અલ્પેશ ઠાકોરના જુદા જુદા ભાષણોના વિવાદિત વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
સંપૂર્ણ વિગતો જોઇએ તો ચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરનો ફરીથી દેવ ગામે શેખી મારતો વીડિયો વાયરલ થયો છે. જેમા તે ચૂંટણી જીત્યા પહેલા જ મંત્રી બનવાના દાવા કરી રહ્યો છે. મંત્રી બનીને લાવ લશ્કર સાથે આવીશ તેવી ડંફાસ અલ્પેશ મારી રહ્યો છે. આમ મોટી મોટી બડાશો મારતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અલ્પેશની ચૂંટણી સભા કરતા બડાશ સભાઓ વધુ જોવા મળી રહી છે.
આમ એક જ દિવસમાં અલ્પેશના બે રૂપ જોવા મળી રહ્યા છે જેમા તે એક તરફ કોંગ્રેસમાં રાજા હોવાની જૂની શાન યાદ આવે છે તો બીજી તરફ તો હજુ અલ્પેશ ઠાકોર ધારાસભ્ય પણ બન્યો નથીને મંત્રી બની લાવ લશ્કરના સાથે આવીશ તેવી વાતો કરતો થઇ ગયો છે. મંત્રી બન્યા પછી રજુઆત નહિ હોય ઓર્ડર હશે ઓર્ડર તેવી શેખી અલ્પેશ મારી રહ્યો છે.
અલ્પેશ ઠાકોરે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાની ગણના એક દિગ્ગજ નેતાની જેમ કરીને મોટી-મોટી વાતો કરીને પોતાને રાજાની સાથે સરખાવ્યો હતો. ચૂંટણી પ્રચાર સભા દરમિયાન અલ્પેશ ઠાકોરે લોકોને સંબોધતા કહ્યું હતું કે, આજે આ બધા લડે છેને તે બધાને ગયા વખતે ટિકિટ મે જ આપી હતી, કોઈ બીજાએ નથી આપી. કોંગ્રેસમાં આખા દેશમાં ધારું ત્યાં ટિકિટ અપાવી શકું એટલો પાવર ધરાવતો હતો. કોંગ્રેસમાં હું કહું એ થતું હતું એટલે આમ જોવા જાવ તો હું આ વિસ્તારનો રાજા હતો.
અત્રે ઉલ્લેખનીય છે અલ્પેશ ઠાકોર કોઈને કોઈ રીતે લાઇમલાઇટમાં આવતો રહે છે, ગઈ કાલે એક ચૂંટણી પ્રચાર સભા દરમિયાન અલ્પેશ ઠાકોર સ્ટેજ પાર જ રીત સરનો ઊંઘી ગયો હતો, જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ સોહિયાળ મીડિયા પાર અલ્પેશની ખુબ મજાક ઉડાવી હતી અને હવે આજે બીજી એક સભા દરમિયાન બડાઈ મારીને પોતાના જ ગુણગાન ગઈ રહેલા અલ્પેશ ઠાકોર બાબતે લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે અને હવે આવી ઓર્ડરની શેખી માર્ટા અલ્પેશના વિડીયો બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.