મુખ્યમંત્રી મમતા બંધારણનું પાલન નહીં કરે તો હું મેદાનમાં ઉતરીશ : રાજ્યપાલ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલાં વધી રહેલા રાજકીય સંઘર્ષ અને કાયદો વ્યવસૃથા પર ઊભા થઈ રહેલા સવાલો વચ્ચે રાજ્યપાલ જગદીપ ધનખડે શુક્રવારે રાજ્યમાં કાયદો-વ્યવસૃથાની સિૃથતિ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે બંગાળમાં વિપક્ષ માટે કોઈ જગ્યા બચી નથી.

તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજીને આગ સાથે નહીં રમવાની ચેતવણી આપી અને કહ્યું કે મુખ્યમંત્રી બંધારણનું પાલન નહીં કરે તો મારી કામગીરી શરૂ થશે. તેમણે મમતા પર બહારના અને અંદરનાનું રાજકારણ કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાના કાફલા પર ગુરૂવારે થયેલા હુમલાની પૃષ્ઠભૂમિમાં બંગાળના રાજ્યપાલ ધનખડે જણાવ્યું કે મુખ્યમંત્રી મમતા બેનરજી બંધારણના આત્માનું ધ્યાન રાખે. તેમણે સવાલ કર્યો કે રાજ્યમાં કોણ બહારનું છે, કોણ અંદરનું તેનાથી શું આૃર્થ છે?

શું ભારતીય નાગરિક પણ બહારનો છે? મમતાએ આ પ્રકારનું નિવેદન કરવું જોઈએ નહીં. તેમણે આગ સાથે રમવું જોઈએ નહીં. મુખ્યમંત્રીએ બંધારણનું પાલન કરવું જોઈએ. તેઓ બંધારણના આત્માનું ધ્યાન રાખે. તમે આ રસ્તેથી ભટકી જશો તો ત્યાંથી મારી જવાબદારીઓની શરૂ થાય છે.

બંગાળના રાજ્યપાલે કહ્યું કે ભાજપ પ્રમુખ નડ્ડાના કાફલા પર હુમલાની ઘટના અંગે મેં રાજ્યના ડીજીપી, મુખ્ય સચિવને વિગતવાર માહિતી લેખિતમાં પૂરી પાડવા આદેશ કર્યો હતો. તેમ છતાં મુખ્ય સચિવે મને સંદેશ મોકલ્યો હતો કે તેમણે રાજકીય પ્રવાસ અંગે ડીજીપીને એલર્ટ કર્યા છે. ધનખડે કહ્યું કે ગઈકાલની ઘટના અંગે ડીજીપી, મુખ્ય સચિવ સાથે મેં વાત કરી અને આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું.

મેં તેમને આદેશ કર્યો હોવા છતાં તેઓ કોઈપણ પ્રકારના રિપોર્ટ આૃથવા ઈનપુટ વિના મારી પાસે આવ્યા હતા. તેમણે સવાલ કર્યો કે શું રાજ્યની પોલીસ ‘રાજકીય પોલીસ’ થઈ ગઈ છે? રાજ્યની સિૃથતિ બદથી બદતર થઈ રહી છે. માત્ર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સરકારી તંત્ર રાજકીય તંત્ર બની ગયું છે અને વિપક્ષ માટે કોઈ જગ્યા નથી.

રાજ્યપાલે કહ્યું કે બંગાળમાં અત્યારે એવી સિૃથતિ છે કે કોઈપણ વિપક્ષ માટે જગ્યા નથી. શાસક પક્ષથી અલગ કોઈ નેતા અહીં સલામત નથી. તેમના માટે લોકતાંત્રિક કે માનવાિધકાર જેવા કોઈ અિધકાર બચ્યા નથી. નિયમો મુજબ મેં રાજ્યની સિૃથતિ અંગેનો અહેવાલ કેન્દ્ર સરકારને મોકલી દીધો છે. મુખ્યમંત્રી આટલા બેદરકાર કેવી રીતે હોઈ શકે? શું બંગાળી સંસ્કૃતિ આ પ્રકારનું વર્તન કરવાની મંજૂરી આપે છે? મમતા બેનરજી વરિષ્ઠ નેતા છે, મુખ્યમંત્રી તરીકે તેમનો બીજો કાર્યકાળ પૂરો કરી રહ્યાં છે. એવામાં જો તેઓ તેમના શબ્દો માટે માફી માગશે તો સારૂં થશે.

રાજ્યપાલે કહ્યું કે રાજકીય પક્ષ શું કરે છે તેનાથી મને કોઈ મતલબન નથી. પરંતુ રાજ્યપાલ તરીકે મારી કેટલીક જવાબદારીઓ છે. બંધારણનું રક્ષણ કરવું મારી ફરજ છે. કાયદો-વ્યવસૃથાનું પાલન કરવું, માનવાિધકારનું રક્ષણ કરવું મારી જવાબદારી છે. બંગાળના મુખ્યમંત્રી બંધારણથી બંધાયેલા છે. તેમણે નિયમો અને કાયદાનું પાલન કરવું જોઈએ. માત્ર નડ્ડા પર હુમલાની જ ઘટના નહીં, પરંતુ સિલિગુડીમાં પણ આ જ પ્રકારની સિૃથતિ છે. ત્યાં ગુંડાઓને સરકારનું સમર્થન મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.