સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધૂમ્મસ: દિલ્હીમાં વરસાદ, ઠંડી વધવાની હવામાન ખાતાની આગાહી

– આખુંય ઋતુચક્ર બદલાઇ ચૂક્યું છે

પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતાં સમગ્ર ઉત્તર ભારત અને પશ્ચિમમાં ગાઢ ધૂમ્મસ ફેલાઇ ગયું હતું અને પાટનગર નવી દિલ્હીમાં કમોસમી વરસાદ થયો હતો.

હવામાન વિભાગના અંદાજ મુજબ દેશમાં સમગ્ર ઋતુચક્ર પલટાઇ ગયું હોય એવી છાપ પડતી હતી. દેશના જુદા જુદા વિસ્તારોમાં આ વરસે ઠંડી-ગરમી અને વરસાદે અણધારી પરિસ્થિતિ સર્જી હતી.

ઉત્તર ભારતમાં કેટલેક સ્થળે સડકો પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઇ ગઇ હતી પરિણામે અકસ્માતો થવાની શક્યતા પણ વધી જતી હતી. પાટનગર નવી દિલ્હીમાં પણ આજે શનિવારે વરસાદ અને ધૂમ્મસ જોવા મળ્યા હતા. વાતાવરણ ભેજવાળું અને ઠંડું થઇ ગયું હતું. હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે કેટલાક વિસ્તારોમાં ઠંડી વધવાની અને વરસાદનાં ઝાપટાં પડવાની શક્યતા હતી.

હિમાચલ પ્રદેશથી માંડીને જમ્મુ કશ્મીર સુધી બધે તાપમાન શૂન્ય ડિગ્રી થઇ ગયું હતું અને હિમવર્ષા ચાલુ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.