– જગવિખ્યાત સિતારવાદક નિખિલ બેનર્જીની પુત્રી થાય
ધ ડર્ટી પિક્ચર, એલએસડીઃ લવ સેક્સ ધોખા જેવી થોડીક ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી બંગાળી અભિનેત્રી આર્યા બેનરજી એના એપાર્ટમેન્ટમાં મરેલી મળી આવી હતી.
મૈહર ઘરાનાના વિખ્યાત સિતારવાદક પંડિત નિખિલ બેનરજીની પુત્રી એવી આર્યા બેનરજીનો મૃતદેહ શુક્રવારે પોલીસે દરવાજો તોડીને મેળવ્યો હતો. પોલીસને આર્યાની ઘરનોકરે ફરિયાદ કરી હતી કે એ રોજની જેમ સવારે આવી ત્યારે મેડમે દરવાજો ખોલ્યો નહોતો. વારંવાર બેલ બજાવવા છતાં દરવાજો ન ખુલ્યો એટલે મેં એમના પાડોશીઓને જાણ કરી હતી. એ લોકોએ પોલીસને જાણ કરી હતી.
સાઉથ કોલકાતાના એક પોશ વિસ્તારમાં ત્રીજે માળે આર્યા એેકલી રહેતી હતી. પોલીસે એના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ફોરેન્સિક ટીમે આર્યાના ફ્લેટમાંથી કેટલાક નમૂના એકત્ર કરીને લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.