10 ઓક્ટોબરથી રિલાયન્સ જિઓના ગ્રાહકોને ઇન્ટરકનેક્ટ યુઝેસ ચાર્જ (IUC) આપવા પડી રહ્યા છે. જિઓના ગ્રાહકો જ્યારે કોઈ બીજા નેટવર્ક પર કોલિંગ કરે છે ત્યારે તેમને 6 પૈસા પ્રતિ મિનિટના ચૂકવવા પડી રહ્યા છે. આ નવા ચાર્જને લઈને જિઓએ IUC ટોપ-અપની જ જાણકારી સમજાવી છે.
જિઓએ એક વીડિયોની મદદથી ગ્રાહકોને જણાવ્યું છે કે, જો કોઈ ગ્રાહક પોતાના જિઓ નંબરથી અન્ય કોઈ નેટવર્ક પર કોલ કરે છે તો તેને અડધો કલાકના 1.80 રૂપિયા IUC ચાર્જ આપવો પડશે. જિઓથી જિઓ કોલ કરવા પર આ IUC ચાર્જ આપવાનો રહેશે નહીં. કંપનીએ દાવો કર્યો છે કે, આ ચાર્જ અન્ય કંપનીના ચાર્જ કરતાં ઘણો સસ્તો છે.
પ્લાનની વેલેડિટી પૂરી ન થાય ત્યાં સુધી IUC ચાર્જ નહીં લાગે
જો તમે જિઓ ગ્રાહક છો અને IUC ટોપ-અપ કરાવવા જઈ રહ્યા છો, તો સૌથી પહેલા તમારા જિઓ પ્લાનની વેલીટીડી ચેક કરી લો. આઈયુસી ચાર્જ એ ગ્રાહકોને આપવો પડશે જે લોકોએ આજે એટલે કે 10 ઓક્ટોબર પછી રિચાર્જ કરાવ્યું હોય. એટલે કે તેમાં પ્લાનની વેલિડિટી 10 ઓક્ટોબરે સમાપ્ત થઈ ગઈ હોય. જો હાલ ગ્રાહકના પ્લાનની વેલિડિટી છે, તો તેણે IUC ટોપ-અપ રિચાર્જ કરાવવાનું રહેશે નહીં. નવા રિચાર્જ પર IUC ટોપ-અપ લેવું ફરજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.