ફ્રોડ કરદાતાઓ સામે સરકારનો શિકંજો, 2 મહિનામાં 1.63 લાખ GST રજિસ્ટ્રેશન રદ્દ

સરકારે રિટર્ન નહી ભરતી કંપનીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરી છે. સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સરકારે ઓક્ટોબર અને નવેમ્બરના મહિનામાં બોગક કંપનીઓસ ફ્લાઈ બાય નાઈટ ઓપરેટરો અને પરિપત્ર વેપાર સંસ્થાઓ જેવા 1.63 લાખ ઉદ્યમીઓના GST રજિસ્ટ્રેશનને રદ્દ કરી દેવામાં આવ્યા છે.

મહેસુલ વિભાગે જણાવ્યું કે આ સંસ્થાઓએ 6 મહિનાથી વધારે સમય સુધી GST રિટર્ન નહોતું ભર્યું. એ સિવાય એવા કરદાતાઓની પણ ઓળખ કરવામાં આવી જેમણે છેલ્લા 6 મહિનાથી ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ નહોતું કર્યું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાતોરાત નફો કમાતી કંપનીઓ, બોગસ ઉદ્યોગો અને ધંધામાં હેરફેર કરનારા નકલી કારોબારીઓ સામે સરકારએ આટલું મોટું પગલું ભર્યું છે. દેશભરમાં આ રીતના ઉદ્યોગોના 1,63,042 GST રજિસ્ટ્રેશનને રદ્દ કરી દેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, આ કાર્યવાહી ઓક્ટોબર અને નવેમ્બર સુધીમાં રિટર્ન ફાઈલ નહી કરતા ઉદ્યમીઓ વિરુદ્ધ કરવામાં આવી છે. આ GST ધારકોએ છેલ્લા 6 મહિનાથી GST-3B રિટર્ન નહોતું ફાઈલ કર્યું.

આ વચ્ચે GST બોગસ ચલણ છેતરપિંડીના સામે નવેમ્બરના બીજા અઠવાડિયામાં શરૂ કરવામાં આવેલા પોતાના રાષ્ટ્ર વ્યાપી અભિયાનના એક મહિનાની અંદર GST ઈન્ટેલિજન્સના ડિરેક્ટોરેટ જનરલ અને CGSTના કમિશનરોએ અત્યાર સુધીમાં 132 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમાં ચાર CA અને એક મહિલા સામેલ છે. આ સિવાય દેશભરમાંથી 4586 બોગસ GSTIN એકમો સામે 1430 કેસ નોંધ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.