રાજકોટ: નીલકંઠવર્ણી વિવાદ સમી ગયા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિએ કલાકારો દારૂ પીને કાર્યક્રમો કરે છે તેવું નિવેદન આપ્યું હતું. આથી ગુજરાતના લોકસંગીતના 17 જેટલા કલાકારોએ સરધાર સ્વામિનારાયણ મંદિર તરફથી આપવામાં આવેલો રત્નાકર એવોર્ડ પરત કર્યો હતો. પરંતુ આ વિવાદ ફરી છંછેડાયો હોય તેમ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપદાસ સ્વામીનો માફી માગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો બુધવારનો હોવાનું સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જાણવા મળ્યું છે.
કોઇ દેવી દેવતા વિશે અમારાથી કંઇ બોલાયું હોય તો ક્ષમા માગીએ છીએ: નિત્યસ્વરૂપદાસજી
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં સરધાર મંદિરના નિત્યસ્વરૂપદાસજી સ્વામી કહી રહ્યા છે કે, સર્વે ધર્મપ્રેમી જનતાને જય સ્વામિનારાયણ, જયશ્રી કૃષ્ણ, જય સિયારામ અને જય મહાદેવ. આપણે બધા સનાતન ધર્મના સંતાનો છીએ. તેને આગળ લઈ જવા માટે તમામ સક્રિય છીએ. તેમ છતાં ક્યારેય સનાતન ધર્મ કે દેવી દેવતા, દેવોના દેવ મહાદેવ કે ભગવાનના કોઈ અવતાર વિશે અમારાથી કંઈ બોલાયું હોય તો અમે ક્ષમા માંગીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.