અલાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, લીવ ઇન રિલેશનશીપ કાયદેસર અને બંધારણીય છે

– આ સંબંધમાં કોઇ દખલ કરી શકે નહીં

લગ્ન કર્યા વિના બે પુખ્ત વયની વ્યક્તિ લીવ ઇન રિલેશનશીપમાં રહે તો એ કાયદેસર અને બંધારણીય છે એવો મહત્ત્વન ચુકાદો અલાહાબાદ હાઇકોર્ટે આપ્યો હતો.

હાઇકોર્ટે કહ્યું કે આખા દેશમાં આ પ્રકારનો સંબંધ કાયદેસરનો છે અને કોઇ આવા યુગલના રહેવામાં દખલ કરી શકે નહીં. હાઇકોર્ટે કહ્યું કે બંધારણની 21મી કલમ હેઠળ કોઇ પણ પુખ્ત વયની વ્યક્તિને પોતાની મુનસફીથી રહેવાનો હક છે. એમાં કોઇ વ્યક્તિ દરમિયાનગીરી કરી શકે નહીં.

જસ્ટિસ અંજની કુમાર મિશ્ર અને જસ્ટિસ પ્રકાશ પડિયાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ અને બીજા આ પ્રકારના કેસનો ચુકાદો આપતાં સ્પષ્ટપણે કહ્યું હતું કે લીવ ઇન રિલેશનશીપ કાયદેસર છે. બે પુખ્ત વયની વ્યક્તિ પરસ્પરની સંમતિથી આ રીતે રહી શકે છે. ફર્રુખાબાદના કામિની અને અજય કુમારની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

હાઇકોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે લીવ ઇન રિલેશનશીપની વિગતવાર વ્યાખ્યા પણ કરી હતી. માનનીય જજોએ કહ્યું કે ભારતમાં સામાજિક દ્રષ્ટિએ આ  પ્રકારના સંબંધોને માન્યતા નથી પરંતુ બે પુખ્ત વયની સમજદાર વ્યક્તિ લગ્ન કર્યા વિના પરસ્પરની સંમતિથી સાથે રહી શકે છે. એમાં કશું અનુચિત કે ગેરકાયદે નથી.

સમાજ  ભલે આ પ્રકારના સંબંધોને અનૈતિક માનતો રહ્યો. આ પ્રકારના સંબંધોમાં મહિલાના રક્ષણ માટે ઇન્ડિયન પીનલ કો઼ડમાં ડોમેસ્ટિક વાયોલન્સની કલમનો ઉમેરો કરાયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.