ST કર્મચારીઓ આનંદો! રાજ્ય સરકારે પગાર વધારાની કરી મોટી જાહેરાત

એસટી વિભાગના તમામ કર્મચારીઓ અને ફિક્સ પગરા પર કામ કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે એસટી વિભાગના કર્મચારીઓના પગાર વધારાની મોટી જાહેરાત કરી છે.

આ મુદ્દે સરકાર તરફથી જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસ.ટી.ના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆત કરવામાં આવી હતી તેને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. જેને પગલે એસટી વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓને તેનો ફાયદો મળશે

તેમણે વધુ માહિતી આપતા કહ્યું કે, એસ.ટી વિભાગના વર્ગ-2ના સિનિયર અધિકારીનો પગાર 16 હજારથી વધારી 40 હજાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વર્ગ-2ના જુનિયર અધિકારીનો પગાર 36000 હજાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ડ્રાઈવર કન્ડક્ટરોના પગારમાં પણ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડ્રાઈવર-કન્ડક્ટરનો પગાર 11 હજારથી વધારી 18000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો વર્ગ ચારના કર્મચારીઓનો પગાર 9 હજારથી વધારી 15 હજાર કરવામાં આવશે. આ સિવાય એસટી વિભાગમાં ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓનો પગાર પણ વધારવામાં આવ્યો છે.

આ મુદે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા સરકારને એસટી વિભાગના કર્મચારીઓના પગાર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી કર્મચારીઓના પગાર વધારાથી સરકારની તીજોરી પર 94 કરોડનું ભારણ વધશે. આ સિવાય તેમણે કહ્યું કે, એસટી વિભાગમાં જે પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે તે 15 ઓક્ટોબરથી લાગુ પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.