‘તમે તો ખેડૂત આંદોલન વેચી નાખ્યું’, અરવિંદ કેજરીવાલે અમરીન્દર સિંઘ પર આક્ષેપ કર્યો

– કેન્દ્ર સરકાર સાથે સેટિંગ કરી નાખ્યું

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે સોમવારે સવારે પંજાબના મુખ્ય પ્રધાન અમરીન્દર સિંઘ પર એવો આક્ષેપ કર્યો હતો કે તમે કેન્દ્ર સરકાર સાથે સેટિંગ કરી લઇને ખેડૂત આંદોલનને વેચી નાખ્યું.

કેજરીવાલે એવો દાવો ટ્વીટર પર કર્યો હતો કે હું તો પહેલેથી ખેડૂતો સાથે રહ્યો છું. તમે તમારા પુત્રના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કેસ માફ કરાવવા કેન્દ્ર સરકાર સાથે સેટિંગ કરી લીધું અને ખસી ગયા. પંજાબના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે તમે વચ્ચેથી સેટિંગ કરીને આંદોલન વેચી નાખ્યું.

કેજરીવાલે વધુમાં લખ્યું કે મેં કેન્દ્ર સરકારના કહેવા છતાં દિલ્હીના સ્ટેડિયમને એક જેલમાં ફેરવ્યું નહીં અને ખેડૂતોને સાથ આપ્યો. તમે શરૂમાં ખેડૂતો સાથે હોવાનો દેખાવ કરીને પછી કેન્દ્ર સરકાર તરફી થઇ ગયા. હું આજે ખેડૂતોને ટેકો જાહેર કરવા ઉપવાસ કરવાનો છું. તમે પણ ઉપવાસ કરો એવી મારી ખાસ ભલામણ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.