કોરોનાકાળ દરમિયાન વડાપ્રધાન મોદીના એ સંબોધનો જે દેશવાસીઓને હંમેશા રહેશે યાદ

વર્ષ 2020 હવે પૂર્ણ થવાનું છે અને આ વર્ષ ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. આ વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે પરંતુ પૂર્ણ થયેલા આ વર્ષને કોરોનાના કારણે ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. વેક્સિનની આશા સાથે લોકો હવે નવા આવનારા વર્ષને આશાભરી નજરે જોઈ રહ્યાં છે. પરંતુ કોરોનાકાળના આ વર્ષને લોકો ક્યારેય નહી ભૂલે. આ કોરોનાકાળમાં અલગ અલગ સમયે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યાં. આવો જાણીએ ક્યારે-ક્યારે વડાપ્રધાને દેશને સંબોધિત કર્યાં.

19 માર્ચ 2020: જનતા કર્ફ્યૂની જાહેરાત

વડાપ્રધાન મોદીનું આ સંબોધન તે સમયે થયું જ્યારે દુનિયામાં કોરોના મહામારી વકરી ચુકી હતી અને ભારતમાં તે ઝડપથી ફેલાય રહી હતી. વડાપ્રધાને 19 માર્ચે 28 મીનિટ અને 54 સેકેન્ડ સુધી દેશને સંબોધિત કરતા લોકોને 22મી માર્ચે જનતા કરફ્યૂ લગાવવા અને ભવિષ્યમાં લોકડાઉન માટે તૈયાર રહેવાના સંકેત પણ આપ્યા હતા. એક દિવસિય કરફ્યૂમાં નાગરિકો સામાન્ય નાગરિકોને સવારે 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી હતી.

24 માર્ચ 2020: 21 દિવસનું લોકડાઉન

દેશમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે વડાપ્રધાન મોદીએ 24 માર્ચે પહેલીવાર ત્રણ અઠવાડિયા(21 દિવસ)ના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનું એલાન કર્યું હતું. તેમનું આ સંબોધન 29 મીનિટ સુધીનું હતું. આ દરમિયાન તેમણે તે પણ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવા માટે 15 હજાર કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે.

03 એપ્રીલ 2020: દિવડાં પ્રજ્વલિત કરવા અપીલ

03 એપ્રીલના રોજ ટ્વીટર પર સવારે 9 વાગ્યે વીડિયો દ્વારા રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે દરેક લોકોને 5 એપ્રીલના દિવસે પોતાના ઘરોમાં રાત્રીના 9 કલાકે દિવડાં પ્રજ્વલિત કરવાની અપીલ કરી હતી. જેથી કોરોના સામે લડતા ફ્રંટ લાઈન વોરિયર પ્રત્યે એકતા દર્શાવી શકાય. તેમનું આ વીડિયો સંબોધન 11 મીનિટ 34 સેકન્ડનું હતું.

4 એપ્રીલ 2020: લોકડાઉન 2.0

પહેલા રાષ્ટ્ર વ્યાપી લોકડાઉનના છેલ્લા દિવસે 14 એપ્રીલના રોજ વડાપ્રધાને 21 મીનિટ 29 સેકન્ડ સુધી સવારે 10 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે લોકડાઉનને વધુ 19 દિવસ લંબાવતા 03 મે સુધી લોકડાઉન 2.0ની જાહેરાત કરી હતી.

12 મે 2020: રાજ્યોના સુચનના આધારે લોકડાઉન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીવાર 12 મેના રોજ 34 મીનિટ 05 સેકેન્ડ સુધી રાષ્ટ્રને સંબોધિત કરતા તે જાહેરાત કરી કે લોકડાઉન 17 મે બાદ પણ યથાવત્ રહેશે પરંતુ આ લોકડાઉન-4 અલગ હશે. તેમણે કહ્યું કે, રાજ્યો તરફથી સુચનોના આધારે લોકડાઉન 4.0ને તમારા સૌની સામે 18 મે પહેલા આપી દેવામાં આવશે. PM મોદીએ કોરોનાના કારણે સર્જાયેલા આર્થિક સંકટનો સામનો કરવા માટે 20 લાખ કરોડના આર્થિક પેકેજનું એલાન કર્યું હતું.

30 જુન 2020: કોરોના પર ભારતની સ્થિતિ

30 જુનના દિવસે 16 મીનિટના પોતોના સંબોધનમાં PM નરેન્દ્ર મોદીએ ભારતમાં કોરોનાની સ્થિતિની દુનિયાના અન્ય દેશો સાથે તુલના કરી અને કહ્યું કે, કોરોના મહામારી સામે લડાઈમાં બાકી દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ ઘણી સારી છે. તેમજ તેમણે કોરોના સામેની લડતમાં કોઈ પણ પ્રકારની ઢીલ નહી કરવાને લઈને ચેતવ્યા.

20 ઓક્ટોબર 2020: દરેક દેશવાસીઓને મળશે વેક્સિન

20 ઓક્ટોબરના દેશવાસીઓને સંબોધિત કરતા આશ્વસ્ત કર્યાં કે કેન્દ્ર કોરોના વેક્સિનને સુનિશ્ચત કર્યાં કે કેન્દ્ર કોરોના વેક્સિનની સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે પણ વેક્સિન લોન્ચ થશે તો દરેક ભારતીય સુધી પહોંચશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.