International Tea Day : શિયાળામાં મસાલા ચા પીવાના જબરદસ્ત ફાયદા!

આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે. ચા પીવી મોટાભાગના લોકોને ખૂબ જ પસંદ હોય છે. કેટલાય લોકોને જો સવારે આંખ ખુલતા જ ચા ન મળે ત્પ આખો દિવસ આળસમાં પસાર થાય છે. આટલું જ નહીં ઑફિસના કામ વચ્ચે ચા વ્યક્તિના મગજને તાજગીભર્યુ રાખે છે. પહેલા લોકો બ્લેક ટી અને દૂધવાળી ચા જ પીતા હતા, પરંતુ સમયની સાથે ચા કેટલાય પ્રકારની બનતી ગઈ. ચા કેટલાય પ્રકારે ઉપલબ્ધ હોય છે, પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જાગરૂકતાના કારણે પારંપરિક ચાના સ્થાને બીજા પ્રકારની જેવી કે ગ્રીન ટી, યલો ટી, બ્લેક ટી, લેમન ટી વગેરેને મહત્ત્વ મળવાનું શરૂ થઇ ગયું છે. જો કે આપણી પારંપરિક ચામાં કેટલાક મસાલા મિક્સ કરી દેવાથી તે અન્ય ચાની સરખામણીમાં વધારે ફાયદાકારક સાબિત થઇ શકે છે. મસાલા ચા બનાવવા માટે જે મસાલાની જરૂર હોય છે તે તમારા રસોડામાં સરળતાથી ઉપલબ્ધ થાય છે. જેમ કે, લવિંગ, ઇલાયચી, તુલસી અને ચા પત્તી. આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. જાણો, પારંપરિક મસાલા ચા પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા પહોંચી શકે છે.

મસાલા ચાના ફાયદા

મસાલા ચામાં માટે ઉપયોગમાં લેવામાં આવતા તમામ મસાલા જેવા કે લવિંગ, ઇલાયચી, આદુ, તજ, તુલસી અને ચા પત્તીના પોત-પોતાના અનન્ય ફાયદા તો છે જ, તો વિચારો આ બધા મસાલા એકસાથે મળીને આપણને કેટલો ફાયદો અપાવી શકે છે.

દુખાવામાં રાહત આપે છે

મસાલા ચામાં નાંખવામાં આવતા મસાલા શરીરમાં કોઇ પણ પ્રકારના સોજાને ઘટાડવામાં અસરકારક હોય છે. આદુ અને લવિંગ તેમાં સૌથી મહત્ત્વના છે. 15 મિનિટ સુધી પાણીમાં ઉકાળવાને કારણે આ મસાલાના તમામ ગુણ પાણીમાં મિક્સ થઇ જાય છે. આ બંને મસાલા દુખાવાથી છૂટકારો અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

થાકને દૂર કરે છે

જો તમે દિવસભરના થાકી ગયા છો તો એક કપ મસાલા ચાથી બધો થાક છૂમંતર થઇ શકે છે. તેમાં રહેલ ટૈનિન શરીરને રાહત આપવાની સાથે તેને ફરીથી નોર્મલ કરવામાં મદદ કરે છે.

પેટના કેન્સરના જોખમને ઘટાડે છે

ચામાં નાંખવામાં આવતા સામાન્ય મસાલા જેવા કે ઇલાયચી, આદુ અને તજમાં એવા એન્ટી-ઑક્સિડેન્ટ્સ અને ફાઇટોકેમિકલ્સ હોય છે, જેમાં કેન્સર વિરોધી વિશેષતાઓ હોય છે. જો આ મસાલાઓને નિયમિત રીતે લેવામાં આવે તો પેટમાં થતાં કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.

શરદી-ખાંસીથી બચાવે

શિયાળામાં શરદી-ખાંસીથી બચવું જરૂરી હોય છે. મસાલા ચામાં રહેલા એન્ટી-ઑક્સિડેન્ટ્સ અને ફાઇટોકેમિકલ ઇમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આદુ બહારના રોગ સામે લડવાની ક્ષમતા માટે ફાયદાકારક હોય છે. જો શરદી છે તો મસાલા ચા તમને ગરમ રાખવામાં પણ મદદરૂપ થાય છે.

પીએમએસ દૂર કરે

તજ અને આદુ પીરિયડ્સ પહેલા થતાં સિન્ડ્રોમના કારણે થતાં દુખાવાને દૂર કરવા અને હૉર્મોનમાં સંતુલન બનાવવામાં મદદ કરે છે. આ સમયે જ્યારે ગરમ પાણીની બોટલ દ્વારા શેક કરવામાં પણ રાહત ન મળે તો ચાની ચુસ્કી મદદ કરી શકે છે.

પાચન શક્તિ વધારે

ચામાં ઉપયોગમાં લેવાતાં મસાલાનું નિયમિત સેવન પાચન અને પૈન્ક્રિયાઝમાં એન્જાઇમ્સને સ્ટિમુલેટ કરે છે. તેનાથી ઑક્સીજન લેવાની ક્ષમતા વધે છે.

ડાયાબિટીસની શક્યતાને ઘટાડે છે

આ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ થોડાક સમય માટે આ ખાંડ ખાવાની ઇચ્છાને પણ ઓછી કરે છે. આ ફાયદાઓ માટે બે કપ મધ્યમથી કડક ચાનું દરરોજ સેવન કરવું જરૂરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.