ગ્રીન ટી ટોનર ઑઇલી સ્કિન પર કરશે જાદૂઇ અસર

ઑઇલી સ્કિન ધરાવતા લોકોને પરેસેવો ખૂબ થાય છે. તેના કારણે સ્કિન બેજાન અને ચિકણી બની જાય છે. બહાર નિકળવાનું થયું નથી કે ચહેરા પર ઑઇલ દેખાવા લાગે છે. એવામાં મેકઅપ પણ ચહેરા પર થોડોક સમય ટકી રહે છે. એવામાં સ્કિનની વધુ કાળજી લેવી જરૂરી બને છે નહીંતો ચહેરા પર બ્લેકહેડ્સ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થવાનો ડર રહે છે. જાણો, ઑઇલી સ્કિનને ઑઇલ ફ્રી બનાવી રાખવા માટે ઘરે જ ગ્રીન ટીથી બનાવવામાં આવેલા ટોનરથી સ્કિનની કાળજી રાખી શકાય છે.

ગ્રીન ટી ટોનર બનાવવા માટેની સામગ્રી

એક કપ પાણી

એક ચમચી ગ્રીન ટી

બે મોટી ચમચી ચોખા

ગ્રીન ટી ટોનર બનાવવાની રીત :

– ગ્રીન ટી ટોનર બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં એક કપ પાણી નાંખો અને ગેસ પર રાખો. અને પાણીને ઉકાળી લો.

– ઉકાળ્યા બાદ એક ચમચી ગ્રીન ટીની પાંદડીઓ નાંખો અને ગેસની તીવ્રતા ધીમી કરી દો.

– પાંચ મિનિટ માટે ચાને ઉકળવા દો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો.

– ગ્રીન ટીના પાણીને ગાળી લો અને તેને એક વાટકીમાં નાંખો.

– ગ્રીન ટીના પાણીમાં બે મોટી ચમચી સાફ કરેલા ચોખા નાંખો.

– વાટકીને ઢાંકીને કવર કરી લો અને ચોખાને આખી રાત ગ્રીન ટી સાથે અથવા પાંચ કલાક માટે ઓછામાં ઓછા પાણીમાં ડુબોળી દો.

– ગ્રીન ટી ભર્યા ચોખા કાઢી લો અને આ પાણીને એક સ્પ્રે બોટલમાં ભરી લો અને સ્ટોર કરો.

ઉપયોગ

આ ટોનરને એક કોટન બોલની સાથે પોતાના ચહેરા પર હળવા હાથેથી લગાવતા સ્કિનને સાફ કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.