ભગવાન રામ સમાજવાદી પાર્ટીના, અમારા કાર્યકરો રામભક્તઃ અખિલેશ યાદવ

યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓ હજી દુર છે પણ રાજકીય પક્ષોએ આ માટેની હિલચાલ તેજ કરી દીધી છે.

એવુ લાગે છે કે, અયોધ્યાના રામ મંદિરનો મુદ્દો પણ ચૂંટણીમાં છવાયેલો રહેશે.આજે સમાજવાદી પાર્ટીના સ્થાપક અખિલેશ યાદવે અયોધ્યામાં કાર્યકરો સાથે કરેલી બેઠકમાં કહ્યુ હતુ કે, ભગવાન રામ સમાજવાદી પાર્ટીના છે અને પાર્ટીના કાર્યકરો ભગવાન રામના ભક્ત છે.

તેમણે કહ્યુ હતુ કે, હું બહુ વહેલી તકે પરિવાર સાથે અયોધ્યા રામ ભગવાનના દર્શન કરવા માટે આવવાનો છું.મારી સરકારના શાસનકાળમાં જ અયોધ્યામાં સરયૂ નદીના તટ પર ભગવાન રામની પૂજા માટે ભજન સ્થળ અને રોશનીની વ્યવસ્થા કરી હતી.સમાજવાદી પાર્ટી આગામી ચૂંટણીમાં નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે.મોટા પક્ષો સાથે જોડાણનો અનુભવ સારો રહ્યો નથી.

તેમણે કહ્યુ હતુ કે, આગામી વિધાનસભા ચૂંટણી કે જે 2022માં યોજાવાની છે તેમાં સમાજવાદી પાર્ટી 403માંથી 351 બેઠકો પર જીત મેળવશે.

ખેડૂતો માટેના કાયદાને તેમણે ડેથ વોરંટ ગણાવીને કહ્યુ હતુ કે, સરકારે ખેડૂતો માટે એમએસપી ચાલુ રાખવી જોઈએ અને ખેડૂતોની આવક ડબલ કરવાની ગેરંટી આપવી જોઈએ.સરકારનો હાલનો કાયદો કોર્પોરેટ સેક્ટરને જ ફાયદો કરાવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.