અમે RSSના હિંદૂ ધર્મના નથી માનતા, કોઈની ગુંડાગીરી અહીં ચાલવા નહી દઈએ: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળની રાજનીતિ ગરમાયેલી છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપ આમને-સામને છે. થોડા દિવસો પહેલાં મમતાએ ભાજપને નિશાને લેતા ચંબલના ડાકૂ ગણાવ્યા હતા. તો આજે મમતાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈને મોટું નિવેદન આપ્યું છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, અમે RSSના હિંદુ ધર્મને માનતા નથી અને અમે કોઈની સામે ઝુકવાના નથી. તેમણે આ નિવેદન પશ્ચિમ બંગાળના કોચનરમાં આયોજીત કન્વેંશન ઈવેન્ટમાં આપ્યું છે. તેમણે કહ્યું અમે ભાજપ સાથે શાંતિ યુદ્ધ કરીશું અને કોઈની ગુંડાગીરી અહીં નહી ચાલવા દઈશું.

જ્યારે બીજી બાજુ મમતાના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. સિનિયર નેતા કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે, મમતા બેનર્જીના નેતૃત્વમાં બંગાળમાં ચૂંટણી ડર અને આતંકના માહોલમાં થશે. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગે નહી તો ચૂંટણી પંચ જવાબદારી લે કે બંગાળમાં નિર્ભયતાથી ચૂંટણી થાય. રાજ્ય શાસનની મશીનરીનો ઉપયોગ ચૂંટણીમાં ના થાય. કેન્દ્રીય મશીનરી ચૂંટણી કરાવે.

કૂચબિહારીમાં એક રેલને સંબોધિત કરતા બેનર્જીએ પાર્ટીનો સાથ છોડનારાને અવસરવાદી ગણાવ્યા અને આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસમાં ફૂટ નાખવા માટે ભાજપ રૂપિયાના થેલાનો ઉપયોગ કરી રહ્યું છે. ભાજપ નેતાઓના સાહસ જુઓ કે તેઓ અમારી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુબ્રત બક્શીને ભગવા પાર્ટીમાં સામેલ થવા માટે કહે છે. ભાજપ રાજકિય શિષ્ટાચાર જાણતી નથી. તેની કોઈ વિચારધારા નથી. TMCમાં એક-બે અવસરવાદી છે જે તેમના ફાયદા માટે કામ કરી રહ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.