મોદી સરકાર પહેલા ફેઝનાં ટીકાકરણ માટે કેટલો ખર્ચ કરી શકે છે, જાણો

ભારતમાં કોવિડ-19 રસીકરણનાં પહેલા ફેઝ માટે 10,312 કરોડ રૂપિયા (1.4 અરબ ડોલર) થી  13,259 કરોડ રૂપિયા (1.8 અરબ ડોલર) સુધી ખર્ચ કરવા પડી શકે છે, આટલો મોટો ભારતને ખર્ચ COVAX ગ્લોબલ વેક્સિન શેઅરિંગ સ્કીમ અંતર્ગત આંતરરાષ્ટ્રિય મદદ મળશે તો પણ થઇ શકે છે, GAVI વેક્સિન એલાયન્સની એક રિપોર્ટમાં આ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ભારત સરકાર પહેલા તબક્કામાં આગામી 6થી 8 મહિનામાં લગભગ 30 કરોડ લોકોનું રસીકરણ કરવાની તૈયારી કરી રહ્યું છે, ભારતમાં એસ્ટ્રાજેનેકા, સ્પુતનિક,ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેકની રસી લગાવવામાં આવી શકે છે.

રોયટર્સનાં જણાવ્યા મુજબ ભારતને પહેલા તબક્કમાં જ વેક્સિનનાં લગભગ 60 કરોડ ડોઝની જરૂર પડી શકે છે, પહેલા તબક્કામાં કોરોનાનો સામનો કરનારા ફ્રન્ટલાઇન વર્કસ અને વૃધ્ધો જેવા વધુ જોખમ ધરાવતા લોકોને રસી લગાવવામાં આવશે.

એજન્સીનાં જણાવ્યા મુજબ ભારતને COVAX સુવિધા હેઠળ રસીનાં 25 કરોડ ડોઝ મળી શકે છે, તો વધારાનાં ડોઝ માટે સરકારને 10,312 કરોડ રૂપિયા અને જો માત્ર 12.5 કરોડ સુધીનાં ડોઝ મળી શકે છે, તો વધારાનાં ડોઝ માટે 13,259 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે, ભારત સરકારએ વર્ષ 2020-21નાં બજેટમાં આરોગ્ય સેક્ટર માટે લગભગ 73,500 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

COVAX પ્લાન દ્વારા ગરીબ અને માધ્યમ આવક ધરાવતા દેશોને કોવિડ-19 સાથે પહોંચી વળવા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, ડ્રગ્સ, અને વેક્સિન ફ્રીમાં પહોંચાડવામાં આવશે, આ એપ્રિલમાં રચાયેલા એક્સેસ ટુ કોવિડ-19 ટુલ્સ (ACT)નાં ફંડનાં દ્વારા થશે, તેનું વિશ્વ આરોગ્ય સંગઠન અને GAVI કરી રહ્યા છે.

ભારત સરકારે આ ખુલાસો નથી કર્યો છે, કે તેના રસીકરણ કાર્યક્રમ પર કેટલો ખર્ચ આવશે, પરંતું સરકારે કહ્યું છે કે લોકોને બચાવવા માટે તમામ સંસાધનો કામે લગાડવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.