સુરત ની ડાયમંડ કંપની નાં રતનદાતાઓ એ 35 યુનિટ રકત રકતદાન કરી કર્યું એકત્રિત…

ધરતી ડાયમંડના માલિક ધનજીભાઈ આસોદરિયા અને રાજુભાઈ સાવલિયાએ જણાવ્યું કે, કોરોના મહામારી દરમિયાન સુરતમાં વધુમાં વધુ રક્તદાન કેમ્પ થાય તે જરૂરી . કોરોના સામેની લડાઈની સાથોસાથ શહેરના નાગરિકો પણ વધુમાં વધુ રક્તદાન કરી ‘રક્તદાન મહાદાન’ના પૂણ્યકાર્યમાં સહભાગી બને તેવો અનુરોધ તેઓએ કર્યો હતો.

શહેરમાં રક્તની અછતને પહોંચી વળવા અને રક્તની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને મુશ્કેલી ન સર્જાય એ હેતુથી સુરતની સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા વરાછાની ધરતી ડાયમંડ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં રત્નકલાકારભાઈઓ સહિત 35 ઓફિસ સ્ટાફે સામૂહિક રક્તદાન કરી 35 યુનિટ રક્ત એકત્ર કરી માનવસેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે. જેને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.