અનેક વિવાદો છતાં મુંબઇ હાઇકોર્ટમાં કંગનાના સમર્થનમાં કેમ ઉતરી ઉદ્ધવ સરકાર, જાણો શું છે મામલો

– અનેક વિવાદો છતાં ઉદ્ધવ સરકારે મુંબઇ હાઇકોર્ટમાં કંગનાને સાથ આપ્યો
– ટ્વીટર એકાઉન્ટ ડિલિટ કરવાની અરજી હતી
– મહારાષ્ટ્ર સરકારે અરજી ફગાવી દેવાનું કહ્યું

મહારાષ્ટ્ર રાજ્ય સરકાર અને અભિનેત્રી કંગના રનૌત આમ તો એકબીજાની સાથે લડી રહ્યાં હતાં અને મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આમ છતાં એક કેસમાં મહારાષ્ટ્ર સરકારે કંગનાનો સાથ આપ્યો હોવાનું જાણવા મળે તો સ્વાભાવિક રીતેજ નવાઇ લાગે.

પરંતુ આવું બન્યું છે. મુંબઇ હાઇકોર્ટમાં એક અરજી એેવી આવી હતી કે કંગના અને એની બહેન રંગોલીના ટ્વીટર એકાઉન્ટને ડિલિટ કરાવો. હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી. એવા સમયે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કહ્યું હતું કે કંગના અને રંગોલીના ટ્વીટર એકાઉન્ટને ડિલિટ કરવાની માગણીની અરજી ફગાવી દેવી.

મુંબઇના એક સ્થાનિક વકીલ કાશિફ ખાન દેશમુખે હાઇકોર્ટમાં એવી અરજી કરી હતી કે કંગના અને એની બહેન સોશ્યલ મિડિયા પર નફરત ફેલાવે અને હિંસા સર્જે એવી ટ્વીટ કરી રહ્યાં હોવાથી તેમના ટ્વીટર એકાઉન્ટને ડિલિટ કરવો જોઇએ.

આ અરજીને પડકારતાં રાજ્ય સરકારે કંગનાની ફેવર કરી હતી અને કહ્યું હતું કે કાસિફ ખાનની અરજી સ્પષ્ટ નથી, એમાં કરેલી રજૂઆત ગૂંચવાડો વધારે એવી છે માટે એની અરજી હાઇકોર્ટે ફગાવી દેવી.

આમ પરસ્પર મતભેદો અને વિવાદો છતાં ઉદ્ધવ ઠાકરે સરકારે કંગનાની ફેવર કરતી રજૂઆત મુંબઇ હાઇકોર્ટમાં કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.