1 કરોડ અને 10 દાખ રૂપિયા ના કિંમતના સોના ચોરીની પૂર્વે જ ખરાય થઇ હોવા છતાં મોડએથી પાછી ફરિયાદ નોંધાવી…

જામનગર કસ્ટમ વિભાગમાં સોનાની ચોરીએ ખળભળાટ મચી ગયો છે, શહેરના શરુ સેક્શન રોડ પર પોલીસ હેડકવાર્ટર સામે આવેલ કસ્ટમ ડીવીજનના કર્મચારીએ પોલીસમાં પોતાના જ કોઈ અજાણ્યા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સને 1982 અને 1986માં કસ્ટમ ડિવિઝન ભુજ દ્વારા રેઇડ કરી કબ્જેા કરવામાં આવેલ સોનાના સેમ્પલો વર્ષ 2001માં જામનગર ડિવિઝન સિફટ કરવામાં આવ્યા હતા.

જામનગર કસ્ટમમાં (Jamnagar Custom) જમાં રહેલ કચ્છ કસ્ટમ ડિવિઝનનાં (Kutch Custom Division) સોના પૈકીના બે કિલો સોનાની ચોરી થયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. ભૂકંપ બાદ ભવન ધરાસાઈ થઇ જતા જામનગર કસ્ટમમાં સિફ્ટ કરવામાં આવેલ સોનું ચાર વર્ષ પૂર્વે પરત કરતી વખતે ગાયબ જણાતા ફરિયાદ નોંધાવવામાં આવી છે

રૂપિયા એક કરોડ દસ લાખની કીંમતના સોનાની ચોરી થયાની ચાર વર્ષ પૂર્વે જ ખરાઈ થઇ ગઈ હોવા છતાં મોડે મોડેથી નોંધાયેલ ફરિયાદે આશ્ચર્ય ફેલાયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.