રાજકોટ ના પોલીસ કમિશનર એ કોરોના કાળ માં લોકો નાં હિત ને ધ્યાન માં લઇ ને પતંગો ઉડાવવા માટે જરૂરી પ્રતિબંધો મૂક્યા, તે નિયમો આ છે….

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામામાં જણાવ્યું છે કે, તારીખ 18 ડિસેમ્બરથી તા.16જાન્યુઆરી સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં.

રાજકોટમાં લોકો કોરોનાકાળમાં પણ મકરસંક્રાંતિનો પર્વ ઉલ્લાસથી ઉજવી શકે તે હેતુથી શહેર પોલીસ કમિશ્નરે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ચાઇનીઝ દોરા, તુક્કલના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે, આ સાથે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરનામામાં જણાવ્યું છે કે, હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનું ઉત્તરાયણના તહેવાર દરમિયાન સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. તેમજ આ જાહેરનામાનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર બનશે.

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.